Surat : મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે રુ.1.80 લાખ સાથે પોલીસે ઝડપી લીધી, જાણો શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

|

Mar 30, 2023 | 3:53 PM

Surat News : આજે દેશભરની અંદર રામનવમીના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના ખટોદરા પોલીસે માત્ર મંદિરોની અંદર ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

Surat : મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે રુ.1.80 લાખ સાથે પોલીસે ઝડપી લીધી, જાણો શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

Follow us on

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરોમાં ચોરી કરતી તસ્કર ગેંગના બે સભ્યોને પકડી લઇ ખટોદરા પોલીસે ત્રણ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી 1,80,200 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો- સાધુનો વેશધરીને વિધીના નામે સવા કરોડની કરી છેતરપીંડી, આરોપી પોલીસની પકડમાં

ચાર મંદિરોમાં ચોરી કર્યાની આરોપીની કબુલાત

આજે દેશભરની અંદર રામનવમીના દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના ખટોદરા પોલીસે માત્ર મંદિરોને અંદર ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. સુરતના ખટોદરા પોલીસે બાતમીના આધારે માત્ર અને માત્ર શહેરની અંદર મંદિરોને ટાર્ગેટ કરી રેકી કર્યા બાદ રાત્રિના સમયે મંદિરોમાં ચોરી કરતાં હતા. ત્યારે પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર જેટલા મંદિરોમાં ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર થોડા દિવસ અગાઉ એક ખોડીયાર માતા મંદિરની અંદર બે જેટલા ઈસમો રાત્રિના સમયે ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે પૂજારીએ મંદિર ખોલ્યુ ત્યારે તેમને મંદિરમાં ચોરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ઘટના બાદ મંદિરના સંચાલકોએ કઠોદરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી.

મંદિરમાં ચોરીની ઘટના બાદ પોલીસ આરોપીઓને શોધી રહી હતી. જે પછી કટોદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયરાજસિંહને માહિતી મળી હતી કે આ તસ્કરો ટેમ્પોની અંદર સુરતમાં આવીને મંદિરમાં ચોરી કરતાં હતા. આ આરોપીઓ હાલોલ વિસ્તારની અંદર રહે છે, તે માહિતીના આધારે આ બંને ઈસમોને હાલોલથી ઝડપી પાડી અને તેમની પાસેથી ચોરીના 30,000 રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સાથે જે ટેમ્પોની અંદર મુસાફરી કરતા હતા તે ટેમ્પો પણ કબ્જે કરવામાં આવ્યો છે.

આગળના દિવસે રેકી કરતા, બીજા દિવસે ચોરી કરતા

પકડાયેલા તસ્કરો હાલોલથી ટેમ્પો મારફતે સુરત શહેરમાં આવી અલગ અલગ વિસ્તારોની અંદર જે નાના મંદિર હોય ત્યાં રેકી કરતા હતા. બીજા દિવસે મંદિરની અંદર ચોરી કરતા હતા. તસ્કરો તમામ સામાન લઈ ટેમ્પો મારફતે રવાના થઈ જતા હતા. આમ આરોપીઓએ સુરત શહેરની અંદર તપાસ કરતા સુરત શહેરના સલાબતપુરા,ખટોદરા,અને ગોડાદરા વિસ્તારમાં મંદિર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ખટોદરા વિસ્તારમાં થયેલી મંદિર ચોરીમાં આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article