Surat : ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ગાઈડલાઈન બહાર પાડવા કરાઈ રજુઆત

|

Jul 15, 2021 | 4:13 PM

સુરત શહેરમાં અનેક ઉત્સવોને પરમિશન મળે એવી સુરતીઓને આશા જાગી છે, એવામાં ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે, જેની ગાઈડલાઈન હજુ સુધી સરકારે બહાર પાડી નથી.

Surat : ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ગાઈડલાઈન બહાર પાડવા કરાઈ રજુઆત
ગણેશોત્સવ

Follow us on

કોરોના (Corona) મહામારીમાં ઘટાડો આવ્યા બાદ હવે જનજીવન ફરી પાટે ચડ્યું છે. કોરોનાની બીજી લહેર (Second Wave) ઓસરતા જ છેલ્લા બે વર્ષથી અટકેલું જનજીવન અનલોક થયું છે. ત્યારે હવે તહેવારો ઉજવવા (Festival Celebration) પણ શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરતમાં (Surat) હવે જ્યારે કોરોનાના કેસો સિંગલ ડિજિટમાં નોંધાવા લાગ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ શૂન્ય થઇ રહ્યો છે. ત્યારે આ નકારાત્મક ઉર્જામાંથી બહાર આવવા માટે તહેવારોની ઉજવણી એક સહારો છે. સુરત શહેરમાં અનેક ઉત્સવોને પરમિશન મળે એવી સુરતીઓને આશા જાગી છે એવામાં શહેરમાં જોરશોરથી ઉજવાતો ઉત્સવ ગણેશોત્સવ (Ganesh Mahotsav) નજીક આવી રહ્યો છે, જેની ગાઈડલાઈન હજુ સુધી સરકારે બહાર પાડી નથી.

મુંબઇમાં ગણેશોત્સવની ગાઈડલાઈન મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તેમાં ઘણાખરા પ્રતિબંધો મુકાતા મંડળો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવી પરિસ્થિતિ સુરત શહેરમાં ન સર્જાય તેથી ઉત્સવ ઉજવવા માટેની ગાઈડલાઈન અગાઉ જ બહાર પાડવામાં આવે તેવી રજુઆત ગણેશ ઉત્સવ સમિતિના આયોજકોએ કલેકટરને આવેદનપત્ર આપીને કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે સંપૂર્ણ સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે મંજૂરી આપવામાં આવે. મંડપ અને મૂર્તિનું માપ કેટલું રાખવું તે માટે પણ દિશા નિર્દેશ બહાર પાડવામાં આવે. ગણેશ ઉત્સવ ન ઉજવવાથી કેટલાક લોકોની રોજીરોટી પર મોટો ફટકો પણ પડ્યો છે. જેથી જો ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી મળે તો આવા લોકોને આજીવિકાનું એક સાધન મળે.

ગણેશ ઉત્સવ ઉજવવા અને હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય તે ધ્યાનમાં રાખીને વિસર્જન પ્રક્રિયા માટે ગાઈડલાઈન જલ્દી બહાર પાડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Next Article