Surat : મનપાના યુસીડી વિભાગમાં ફરજ બજાવતી યુવતીને ઠગબાજ ભેટી ગયો, ગવર્મેન્ટ મુદ્રા લોન અપાવવાના બહાને 1.42 લાખની છેતરપિંડી

|

May 29, 2022 | 11:25 AM

સુરત(Surat) મહાનગરપાલિકાના યુસીડી વિભાગમાં ફરજ બજાવતી યુવતીને ઠગબાજ ભેટી ગયો હતો. ગવર્મેન્ટની મુદ્રા લોન અપાવવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે કુલ 1.42 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લોન પાસ નહીં કરી ઠગાઈ કરી હતી.જેથી ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Surat : મનપાના યુસીડી વિભાગમાં ફરજ બજાવતી યુવતીને ઠગબાજ ભેટી ગયો, ગવર્મેન્ટ મુદ્રા લોન અપાવવાના બહાને 1.42 લાખની છેતરપિંડી
Surat Kapodra Police Station
Image Credit source: File Image

Follow us on

કાપોદ્રા વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકાના(SMC)  યુસીડી વિભાગમાં ફરજ બજાવતી યુવતીને ઠગબાજ ભેટી ગયો હતો. ગવર્મેન્ટની મુદ્રા લોન(Mudra Loan) અપાવવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે કુલ 1.42 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લોન પાસ નહીં કરી ઠગાઈ(Fraud) કરી હતી.જેથી ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે કાપોદ્રા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટ મુદ્રા લોનની જાહેરાત જોઈ હતી

બનાવની વિગત એવી છે કે શહેરના કાપોદ્રા નાના વરાછા ખોડીયાર નગર સોસાયટીમાં રહેતી 25 વર્ષીય ખુશાલીબેન વીરજીભાઈ ચોપડા સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગમાં ફરજ બજાવે છે. ખુશાલીએ સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટ મુદ્રા લોનની જાહેરાત જોઈ હતી. આ દરમિયાન ગત તારીખ 7 મે 2022 ના રોજ તેઓએ જાહેરાતમાં આપેલ નંબર પર ફોન કરી ગવર્મેન્ટ મુદ્રા લોનની વાત કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અજાણ્યા ઇસમ સામે 1.42 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ

ત્યારબાદ લોન માટે અલગ-અલગ પ્રોસેસ અને અલગ અલગ ચાર્જ પેટે કુલ 1.42 લાખ રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. લાંબો સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી લોન ન મળતા ખુશાલીબેનને શંકા ગઈ હતી. જેથી તેઓએ આ મામલે ફોન કરનાર પાસે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા પણ ન આપી અને લોન પાસ ન કરાવી હાથ ઊંચા કરી દીધા હતા. જેથી ખુશાલી ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે અજાણ્યા ઇસમ સામે 1.42 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 11:23 am, Sun, 29 May 22

Next Article