Surat : DGVCL દ્વારા થતા ઉઘરાણા બાબતે ફોગવા વિરોધ નોંધાવવા મેદાને આવશે

|

Jul 21, 2022 | 9:59 AM

વિકટ પરિસ્થિતિ માં વીજ કંપનીઓ દ્વારા કરવા માં આવેલ ભાવ વધારો પાછો ખેંચવામાં ના આવે તો ફોગવા દ્વારા આની સામે વિરોધ નોંધાવી ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવામાં આવશે.

Surat : DGVCL દ્વારા થતા ઉઘરાણા બાબતે ફોગવા વિરોધ નોંધાવવા મેદાને આવશે
FOGVA meeting (File Image )

Follow us on

રાજ્યની (State ) વિવિધ વીજ કંપનીઓ દ્વારા ફ્યુલ એકજેસ્ટમેન્ટ ચાર્જ તથા સિક્યુરિટી (Security ) ડિપોઝીટની રકમ બાબતે  ફેડરેશન ઓફ ગુજરાત (Gujarat) વીવર્સ એસોસિયેશન એટલે કે ફોગવા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વર્તમાન સમયે વેપાર ઉદ્યોગની ખરાબ પરિસ્થિતિમાં ડીજીવીસીએલ દ્વારા વધા૨વામાં આવેલા આ ચાર્જ મામલે આગામી સમયમાં ફોગવા તરફથી રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.

આ બાબતે ફોગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ જણાવ્યું કે, ફોગવા ખાતે એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં વીજ કંપની દ્વારા વધારવામાં આવેલ Fuel Adjustment charges તથા વીજ કંપની દ્વારા માંગવામાં આવતી Security Deposit અંગે ચર્ચા થઇ હતી. ગુજરાતની વિવિધ વીજ કંપનીઓ દ્વારા વીજબિલમાં સખ્ત વધારો કરવામાં આવ્યો છે જે હાલની વેપાર ઉદ્યોગની પરિસ્થિતિ માં અસહ્ય છે. હાલ વેપાર ઉદ્યોગ ખુબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.

તેમને વધુમાં ઉમેર્યું હતું કે ઉદ્યોગ હાલ માં ખોટ કરી કામદારોને રોજીરોટી આપી રહ્યો છે અને મહા મુશ્કેલી થી બેન્કો ના વ્યાજ -હપ્તા ભરી રહ્યો છે. વીજ કંપની દ્વારા છેલ્લા 6 મહિના માં ધીરે ધીરે કરી ને 0.50 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આવી વિકટ પરિસ્થિતિ માં વીજ કંપનીઓ દ્વારા કરવા માં આવેલ ભાવ વધારો પાછો ખેંચવા માં ના આવે તો ફોગવા દ્વારા આની સામે વિરોધ નોંધાવી ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવા માં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મિટિંગમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે વીજ કંપનીઓ દ્વારા સમયસર બીલો ભરતા ગ્રાહકો ને પણ Security Deposit અંગે ની નોટિસ ફટકરવા માં આવી રહી છે જે ગેરવ્યાજબી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર માં રૂ 4.50 ના ભાવે વીજળી મળે છે જયારે અહીં ખૂબ જ મોંઘા ભાવે એટલે કે રૂ 7.75 ના ભાવે વીજળી મળે છે. જે હાલ ના સ્પર્ધાત્મક વેપાર -ઉદ્યોગ ના સમય માં આ બોજો ભોગવવો શક્ય નથી.

 

Next Article