પૂરે વેરેલા વિનાશ વચ્ચે જોવા મળી દોસ્તારોની દિલેરી, મિત્રને લાખોનું નુકસાન જતા 10 લાખ રૂપિયા લઈને મદદ માટે દોડી ગયા ભાઈબંધો- Video

સુરતમાં આવેલા ભયાનક પૂર વચ્ચે પણ માનવતાની મિસાલ જોવા મળી રહી છે અને મિત્રોની દિલેરી પણ જોવા મળી રહી છે. પોદ્દાર માર્કેટમાં મોબાઈલની દુકાનના વેપારીને 45 લાખનું નુકસાન ગયુ છે ત્યારે મિત્રો કંઈ કહ્યા વિના જ ₹10 લાખ લઈને મદદ કરવા માટે પહોંચી ગયા.

પૂરે વેરેલા વિનાશ વચ્ચે જોવા મળી દોસ્તારોની દિલેરી, મિત્રને લાખોનું નુકસાન જતા 10 લાખ રૂપિયા લઈને મદદ માટે દોડી ગયા ભાઈબંધો- Video
| Edited By: | Updated on: Jul 13, 2026 | 4:16 PM

અંગ્રેજીમાં એક કહેવત છે A Friend in Need is a Friend Indeed.. જરૂરિયાતના સમયે આવીને ઉભો રહે એજ ખરો મિત્ર.. બસ કંઈક આવા જ દૃશ્યો સુરતમાં જોવા મળ્યા છે. સુરતમાં આવેલા ભયાનક પૂરમાં વેપારીઓને ભારે મોટો ફટકો પડ્યો છે. વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી જતા 20 વર્ષની મહેનત માત્ર 2 કલાકના પૂરમાં સંપૂર્ણ તહસ નહસ થઈ ગઈ છે. અનેક વેપારીઓનો માલ પલળી જતા તેમને લાખોનું નુકસાન થયુ છે. ત્યારે સુરતના વરાછામાં પોદર માર્કેટમાં પણ ખાડીપુરના પાણી ફરી વળતા મોબાઈલના દુકાન ધરાવતા સંદીપ ભંડેરીા ગોડાઉનમાં પાણી ભરાઈ જતા ત્યાં રહેલ બધો જ માલ પલળી ગયો અને વેપારીને 45 લાખનું નુકસાન ગયુ છે.

કોઈ સ્વાર્થ કે અપેક્ષા વિના મદદે આવે તે જ ખરી ભાઈબંધી

વેપારીના ખુદના જણાવ્યા અનુસાર તેની વર્ષોની મહેનત પર માત્ર 2 કલાકના પૂરે પાણી ફેરવી દીધુ. ત્યારે તેમની મદદે આવ્યા તેમના મિત્રો. મનોજ ક્યાડા અને અલ્પેશ માલાણી બંને મિત્રોએ સંદીપ ના કહેવાની રાહ જોયા વિના જ 10 લાખ લઈને દુકાને પહોંચી ગયા. મિત્રો રૂપિયા લીને મદદે આવ્યા છે તેવી જાણ થતા જ સંદીપભાઈ ભાવુક થઈ ગયા અને તેમણે પણ વિનમ્રતાથી પૈસા લેવાની ના પાડી. તેમણે મિત્રોનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યુ કે હાલ તો પહોંચી વળાશે. પછી જરૂર પડશે તો ચોક્કસ કહેશે.  કોઈ પણ અપેક્ષા વગર મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે મદદનો હાથ લંબાવવો એ જ ખરી મિત્રતા છે.

પૂરના વિનાશ વચ્ચે જોવા મળી સુરતીઓની દિલેરી

આ ઘટના પરથી કૃષ્ણ સુદામાની દોસ્તી યાદ આવ્યા વિના ન રહે. હાલ સંદીપ તેમની મિત્રતા વિશે જણાવે છે કે તેઓ 25 વર્ષથી મિત્રો છે અને સહુ એકબીજાના તમામ સ્થિતિથી વાકેફ છે. છેલ્લા ઘણા સમયથી તેઓને મળવાનું નહોંતુ થતુ, પરંતુ પૂરની જાણ થતા જ બંને મિત્રોએ ફોન કરી દુકાન પર આવવા જણાવ્યુ. ત્યારે સંદીપ ભાઈએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા કહ્યુ કે અહીં કચરો અને કિચડ બહુ છે. હજુ સાફસફાઈ બાકી છે તો રોગચાળાની ભીતિને જોતા  હાલ તમે બંને ન આવતા. પરંતુ બંને મિત્રોથી ન રહેવાનું અને તેઓ 10 લાખ રૂપિયા લઈને પહોંચી ગયા અને નુકસાની અંગે જાતે ગોડાઉનમાં જઈને તાગ મેળવ્યો.

આ ઘટના બાદ સંદીપ ભંડેરી જણાવે છે કે જો તમે તમારા મિત્રોને સારી રીતે ઓળખતા હોય અને આવી રીતે કોઈ મુશ્કેલીમાં આવી જાય ત્યારે તમે સદ્ધર હોય તો જરૂરથી તમારા મિત્રને ફરી બેઠો થવા માટે બે-પાંચ લાખ રૂપિયાની મદદ કરજો. તેમણે ઉમેર્યુ કે હું નસીબદાર છુ કે મારી પાસે એવા મિત્રો છે જે જરૂર પડ્યે મદદે દોડી આવે છે.

જો કે ગુજરાતીઓ અને સુરતીઓનો આ જ અસલી મિજાજ છે. તેઓ ગમે તેવી મુશ્કેલીમાં કેમ ન હોય, તેમની દિલેરી બતાવવાનું ક્યારેય છોડતા નથી અને હંમેશા મદદ માટે તત્પર રહે છે.

Input Credit- Baldev Suthar- Surat

વિનાશક પૂર વચ્ચે મહેંકી માનવતા, વૃદ્ધ દુકાનદારની મદદે આવ્યુ તંત્ર, કોર્પોરેટરે લંબાવ્યો મદદનો હાથ

Published On - 4:15 pm, Mon, 13 July 26

Follow Us