Surat : રિંગરોડની અન્નપૂર્ણા માર્કેટમાં આગથી અફડાતફડી, સાડીઓ સહીત કાપડનો જથ્થો બળીને ખાખ

|

Jun 16, 2022 | 4:27 PM

રિંગ રોડ (Ringroad ) ખાતે આવેલા કાપડ માર્કેટમાં જયારે જયારે કોઈ પણ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ બને ત્યારે ભારે ટ્રાફિક જામ થઇ જતું હોય છે

Surat : રિંગરોડની અન્નપૂર્ણા માર્કેટમાં આગથી અફડાતફડી, સાડીઓ સહીત કાપડનો જથ્થો બળીને ખાખ
Fire incident in Textile Market (File Image )

Follow us on

રિંગ રોડ (Ringroad ) ખાતે આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઇલ (Textile )  માર્કેટની બે દુકાનોમાં આજે સવારે અચાનક આગ (Fire ) ફાટી નીકળી હતી. કાપડ મારેકટ જેવા ભરચક વિસ્તારમાં આગ લાગવાની ઘટના અંગે કોલ મળતા જ શહેરના જુદા જુદા ફાયર સ્ટેશનથી ફાયરના જવાનોનો મોટો કાફલો ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો.બીજી બાજુ આગની ઘટનાને પગલે ત્યાં હાજર કેટલાક વેપારીઓ તેમજ કર્મચારીઓમાં નાશભાગ મચી ગઈ હતી.એટલું જ નહીં ઘટનાને પગલે સ્થળ પર લોકોનું ટોળું પણ જામી ગયું હતું.ઘટના સ્થળ પર પહોંચેલા ફાયરના જવાનોએ આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.

અન્નપૂર્ણા માર્કેટમાં આવેલી દુકાન નંબર 546 માં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.જોત જોતામાં સામે આવેલી અન્ય એક દુકાન પણ આગની લપેટમાં આવી ગઈ હતી.આગની જ્વાલાઓ અને ધુમાડાના લીધે ત્યાં હાજર લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા માનદરવાજા, ઘાંચીશેરી, મજુરા, ડુંભાલ ફાયર સ્ટેશનથી દસ જેટલી ગાડીઓ સાથે ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત શરૂ કરી હતી

.વધુમાં ફાયર ઓફિસર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સવારે બને દુકાનો બંધ હતી ત્યારે આગ લાગી હતી.આગની લપેટમાં આવવાથી સાડીઓ તેમજ કાપડનો જથ્થો બળી ગયો હતો.આગ લાગવાનો ચોક્કસ કારણ હાલમાં જાણવા નહીં મળ્યું છે.દુકાનોમાં ભારે ઘુમાડો ભરાઈ જવાના લીધે આગ પર કન્ટ્રોલ મેળવવામાં ભારે મશક્કત કરવી પડી હતી જોકે દોડથી બે કલાકની જહેમત બાદ ઘટના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારે ટ્રાફિકના કારણે ફાયર બ્રિગેડના વાહનોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીઓ નડી

રિંગ રોડ ખાતે આવેલા કાપડ માર્કેટમાં જયારે જયારે કોઈ પણ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ બને ત્યારે ભારે ટ્રાફિક જામ થઇ જતું હોય છે.સાથે જ ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોની ભીડ પણ જામી જતી હોય છે.આવી પરિસ્થિતિઓ વચ્ચે ટ્રાફિક જામ થવાને કારણે ફાયર બ્રિગડેના વાહનો પણ ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓ નડે છે.આજે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યાં હતા.

અન્નપૂર્ણા માર્કેટમાં આગ લાગવાની ઘટનાને પગલે શહેરના જુદા જુદા ફાયર સ્ટેશનથી ફાયરના જવાનોનો કાફલો અને દસ જેટલી ગાડીઓ આગની ઘટના ઉપર કાબુ મેળવવા માટે સ્થળ પર પહોંચી હતી.જોકે આગની ઘટનાને પગલે સ્થળ પર એક બાજુ લોકોની ભીડ જામી ગઈ હતી જયારે બીજી બાજુ સવારે પિકવર્સનો ટાઈમ હોવાના લીધે અન્ય વાહનોના લીધે ટ્રાફિક જામ થતા ફાયર બ્રિગેડની ગાડીઓને સ્થળ સુધી પહોંચવામાં અગડવડતા થઇ હતી અને ભારે મુશ્કેલીઓનો સામનો કરી કરી વાહનો સ્થળ સુધી પહૉચ્યા હતા.

Next Article