Surat: કોરોના સામે લડાઈ હજી યથાવત, રવિવારે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન

|

May 21, 2022 | 8:18 AM

શહેરમાં (Surat) હજી વેક્સીન ન લઇ શકેલા 6.50 લાખ લોકો માટે મનપા રવિવારના રોજ મેગા વેક્સીનેશન કેમ્પ કરશે, અત્યાર સુધી મનપાના 53 હેલ્થ સેન્ટરો પરથી વેક્સીન અપાતી હતી, રવિવારના રોજ 232 સેન્ટરો પરથી વેક્સીન અપાશે.

Surat: કોરોના સામે લડાઈ હજી યથાવત, રવિવારે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન
Mega Vaccination Drive(File Image )

Follow us on

કોરોના(Corona ) મહામારીની હજી સત્તાવાર વિદાય થઈ નથી. સુરતમાં આમ જોવો તો કોરોનાના કેસો (Case) બાબતે સ્થિતિ પ્રમાણમાં સારી છે, છતાં સુરતની(Surat) આસપાસના ગુજરાતના અન્ય શહેરોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે. સુરતમાં કોરોના નિયંત્રણ હેઠળ હોવા છતાં રોજના એકલ દોકલ કેસ દેખાઈ દઈ રહ્યા છે. કોરોના સામે લડવા માટે વેક્સીન એકમાત્ર હથિયાર છે છતાં શહેરમાં 6.50 લાખ લોકો એવા છે કે જેઓએ હજી સુધી વેક્સીનનો પ્રથમ અથવા બીજો ડોઝ પણ નથી લીધો. એવી જ રીતે ઘણા લોકો એવા છે જેમણે બંને ડોઝ લઇ લીધા છે પણ તેમના બુસ્ટર ડોઝ લેવાના પણ બાકી જ છે.

જેના પરિણામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે રવિવારે શહેરના 232 કેન્દ્રો ઉપરથી મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની જ વાત કરીએ તો પ્રથમ ડોઝ 41.50 લાખ લોકોએ લીધો હતો, જ્યારે, બીજો ડોઝ 37.43 લાખ લોકોએ જ લીધો છે. આ લોકોનો બીજો ડોઝ જ બાકી હોવાથી સ્વાભાવિક રીતે તેમનો પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે.

સુરતના 6.50 લાખ લોકોએ પ્રથમ કે બીજો ડોઝ લીંધો નથીઃ 1.51 લાખ લોકોએ પ્રિકોશનરી ડોઝ લીધો

આજ રીતે 15થી 17 વર્ષના બાળકોની વાત કરીએ તો આ વયજૂથના અંદાજીત કુલ 1,95,617 બાળકો સુરતમાં છે. જેમાંથી પ્રથમ ડોઝ 91 ટકા બાળકોએ એટલે કે 1,77,984 બાળકોએ લીધો હતો. આ પ્રથમ ડોઝ પૈકી બીજો ડોઝ, એથી પણ ઓછા એટલે કે 83 ટકા મુજબ 1,47,537 બાળકોએ જ લીધો છે. સરકારે હવે 12થી 14 વર્ષની વયના બાળકો માટે પણ વેક્સીન લોન્ચ કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુરતમાં 12 વર્ષથી 15 વર્ષની વયજૂથના 1,31,661 બાળકો છે. જેમાંથી 91 ટકા એટલે કે 1,20,097 બાળકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ માત્ર 63 ટકા, એટલે કે 75,573 બાળકોએ લીધો છે. 60 વર્ષથી વધુ વયના વડીલો તેમજ હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કરો સહિત અંદાજે 1,43,041 લોકોએ ત્રીજો પ્રિકોશનરી ડોઝ લીધો છે અને 18થી 59 વર્ષની વયજૂથના લોકોમાં 8,239 લોકોએ ત્રીજો ડોઝ લીધો છે. આમ કુલ 1,51,280 લોકોએ જ શહેરમાં પ્રિકોશનરી ડોઝ લીધો છે.  શહેરના 232 કેન્દ્રો ઉપર રસીકરણ કરાશે

શહેરના 232 કેન્દ્રો પરથી મેગા વેક્સિનેશન કેમ્પ હાથ ધરાશે

વેક્સીનની વાત કરીએ તો મનપા પાસે હાલ કોર્બવેક્સનો વેક્સીનનો 17,920 ડોઝનો સ્ટોક છે. કોવેક્સીનનો 17,390 ડોઝનો સ્ટોક છે. જયારે બાળકોને અપાતી ડોઝનો 45,280 ડોઝનો સ્ટોક છે. શહેરમાં હજી વેક્સીન ન લઇ શકેલા 6.50 લાખ લોકો માટે મનપા રવિવારના રોજ મેગા વેક્સીનેશન કેમ્પ કરશે, અત્યાર સુધી મનપાના 53 હેલ્થ સેન્ટરો પરથી વેક્સીન અપાતી હતી, રવિવારના રોજ 232 સેન્ટરો પરથી વેક્સીન અપાશે.

Next Article