Surat : વાયરસનો ડર : આવનારા છ મહિના સુધી લગ્નના શુભ મુહૂર્ત માટે મોટા ભાગના પાર્ટી પ્લોટ એડવાન્સ બુક

|

Dec 15, 2021 | 2:14 PM

આવનારા 6 મહિના સુધી લગ્નના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને લોકોએ લગ્નપ્રસંગની તૈયારીઓ કરી લીધી છે. જેમાં સુરત શહેરમાં લગભગ 50 પાર્ટી પ્લોટ અને 12 બેન્ક્વેટ હોલ ફેબ્રુઆરી સુધી બુક કરવામાં આવ્યા છે.

Surat : વાયરસનો ડર : આવનારા છ મહિના સુધી લગ્નના શુભ મુહૂર્ત માટે મોટા ભાગના પાર્ટી પ્લોટ એડવાન્સ બુક
File Image

Follow us on

કમુરતા બાદ હવે  14 ડિસેમ્બરથી જ લગ્ન (Marriage ) અને અન્ય શુભ કાર્યો બંધ થઈ ગયા છે. હવે આવનારા વર્ષમાં લગ્ન માટે શહેરના મોટાભાગના પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ ફેબ્રુઆરી સુધી બુક થઈ ગયા છે. કોરોનાના કારણે લોકો છેલ્લા દોઢ વર્ષથી ધામધૂમથી લગ્ન કરી શક્યા ન હતા. પરંતુ હવે કોરોનાની બીજી લહેર અટક્યા બાદ જયારે સરકાર અને તંત્રએ પ્રતિબંધો હળવા કર્યા છે, અને હવે ફરી પાછા લગ્નો ધામધૂમથી શરૂ થયા છે.

આ લગ્નપ્રસંગો કમુરતા પહેલા એટલે કે 15 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી થયા હતા. અને હવે કમુરતા પછી તારીખ  22, 23, 24 અને 25 જાન્યુઆરી લગ્ન માટે શુભ મુહૂર્ત કહેવાય રહ્યા છે. એ જ રીતે ફેબ્રુઆરીમાં તારીખ 5, 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22 મીના રોજ શુભ મુહૂર્ત છે. આવનારા 6 મહિના સુધી લગ્નના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને લોકોએ લગ્નપ્રસંગની તૈયારીઓ કરી લીધી છે. જેમાં સુરત શહેરમાં લગભગ 50 પાર્ટી પ્લોટ અને 12 બેન્ક્વેટ હોલ ફેબ્રુઆરી સુધી બુક કરવામાં આવ્યા છે.

બેન્કવેટ હોલ અને મોટા મોટા પાર્ટી પ્લોટ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી એડવાન્સ બુક થઈ ગયા છે. મે અને જૂન મહિના માં મુહૂર્તના દિવસે લગ્ન માટે પણ પૂછપરછ શરૂ થઈ ગઈ છે. લોકોને એવી ભીતિ છે કે ઓમિક્રોન વાયરસ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. કોરોનાના પ્રથમ લહેરમાં સર્જાયેલી પરિસ્થિતિને જોતા લોકો આ વખતે મુહૂર્ત મળતાં જ લગ્ન કરવા માંગે છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

ગયા વર્ષે પાર્ટી પ્લોટ બુકિંગ કરાવ્યા બાદ પણ લોકો લગ્ન કરી શક્યા ન હતા
સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના જણાવ્યાનુસાર કોરોનાની કડક ગાઇડલાઇન ને કારણે રોગચાળા દરમિયાન પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલમાં લગ્ન થઈ શક્યા નથી. જોકે ઘણા લોકોએ એડવાન્સ પૈસા ચૂકવીને બુકિંગ કરાવ્યું હતું. આ વખતે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. સુરત સહિત દેશ અને રાજ્યના અન્ય શહેરોમાં નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ ગઈ છે, તેથી લગ્નના બુકિંગ માટે પૂછપરછ શરૂ થઈ ગઈ છે. લોકોને બીક એ છે કે જો સરકાર પ્રતિબંધો ફરી લગાવે તો તેમની મુશ્કેલી ફરી વધી શકે છે.

આ પણ વાંચો : Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર

આ પણ વાંચો : Surat : કાપડ પર જીએસટીનો દર યથાવત રાખવા વેપારીઓ દિલ્હી દરબારમાં, નાણામંત્રીને કરી રજુઆત

Next Article