Surat: બાબા રામદેવના નિવેદન બદલ આજે ડોક્ટરોએ ઉજવ્યો બ્લેક ડે, પગલાં ભરવાની કરી માગ

|

Jun 01, 2021 | 1:59 PM

યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. બાબા રામદેવે ડૉક્ટર્સ વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે.

Surat: બાબા રામદેવના નિવેદન બદલ આજે ડોક્ટરોએ ઉજવ્યો બ્લેક ડે, પગલાં ભરવાની કરી માગ
સુરત

Follow us on

Surat : યોગ ગુરુ બાબા રામદેવની (Baba Ramdev) મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. બાબા રામદેવે ડૉક્ટર્સ (Doctors) વિરુદ્ધ કરેલી ટિપ્પણીએ હવે ઘમાસાણરૂપ લઈ લીધું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન બાદ હવે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્વારા પણ બાબા રામદેવને તેમણે કરેલા નિવેદન બદલ લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

આજે દેશભરમાં અને રાજ્યભરમાં રામદેવ બાબા વિરુદ્ધ બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ રેસિડન્ટ ડૉક્ટર્સ અને જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિરોધમાં જોડાયેલા ડૉક્ટરોનું કહેવું હતું કે બાબા રામદેવે એલોપેથી સાથે સંકળાયેલા તબીબોનું અપમાન કર્યું છે. વેકસિનથી લોકોના મોત થયા છે એ ગેરજવાબદારીભર્યું અને વાહિયાત નિવેદન છે. તેમણે આ નિવેદન આપીને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન વિશે જુઠ્ઠાણું અને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડોકટરોએ આજે સુરત સિવિલ કેમ્પસમાં બાબા રામદેવ માફી માંગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેની ધરપકડ થવી જોઈએ તેવી પણ માંગણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. એલોપેથી ડોક્ટરો આયુર્વેદિક ઉપચારની વિરોધમાં નથી. પણ આ પ્રકારનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકારે તેમના વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી.

આજે દેશ સહિત રાજ્યભરમાં જેટલા પણ તબીબો, નર્સિંગ સ્ટાફ કોરોના ડ્યુટીમાં જોડાયેલા છે તેઓએ રામદેવ બાબા વિરુદ્ધ દેખાવો કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ ડીપી બ્લેક રાખીને નારાજગી વ્યક્ત કરી હતી.

આ દરમ્યાન દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં જો સરકાર કોઈ પગલાં નહિ ભરે તો વિરોધ કાર્યક્રમ યથાવત રાખવાની ચીમકી પણ તબીબો દ્વારા ઉચ્ચારવામા આવી છે.

Next Article