Surat: દારૂના અડ્ડા સમાન બન્યા ફાર્મ હાઉસ, કામરેજના ફાર્મ હાઉસમાંથી જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ની કરી ધરપકડ

|

Jul 06, 2022 | 8:54 AM

સુરત જિલ્લા સહિત કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસો વિદેશી દારૂના સંગ્રહ સ્થાન અને દારૂની મહેફિલ માણવાના સ્થળ બની ચુક્યા છે.

Surat: દારૂના અડ્ડા સમાન બન્યા ફાર્મ હાઉસ, કામરેજના ફાર્મ હાઉસમાંથી જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ની કરી ધરપકડ
ફોટો - આરોપીઓ

Follow us on

Surat: સુરત જિલ્લા સહિત કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસો વિદેશી દારૂના સંગ્રહ સ્થાન અને દારૂની મહેફિલ માણવાના સ્થળ બની ચુક્યા છે. ફાર્મ હાઉસના (Farm house) નામ હેઠળ અહીં ગોરખ ધંધા સહિત અસંખ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય છે. જેમાં ભૂતકાળમાં અસંખ્ય એવી ઘટનાઓ બની ચુકી છે. ફાર્મ હાઉસ પર રેઇડ દરમ્યાન પલસાણા તાલુકાના બલેશ્વર ગામના અવધ સાંગ્રીલા ફાર્મ હાઉસ માંથી શરાબ અને શબાબ સહિતની પાર્ટીમાં કેટલાક ખાનદાન ઘરના નબીરાઓ પકડાઈ ચુક્યા છે. જે ઘટનામાં પલસાણા પોલીસ મથકના પોલીસ અધિકારી સરવૈયાનો ભોગ લેવાતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જ્યારે કામરેજ તાલુકાના જોખા ખાતેના એન્જોય ફાર્મ હાઉસમાંથી પણ માતબર રકમની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભૂતકાળમાં પકડાય ચુક્યો છે. ત્યારે વધુ એક ફાર્મ હાઉસનું નામ બહાર આવ્યું હતું. કામરેજ પોલીસ મથક વિસ્તારમાં આવેલા માંકણા ગામના મંત્ર વીક એન્ડ હોમ ફાર્મ હાઉસ માંથી સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે રેઇડ કરી રૂપિયા 92 હજારની કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત ફોર વ્હીલ ગાડી તેમજ અન્ય મળી કુલ 4.90 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સહિત બે ને ઝડપી પાડી બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફને મળેલી ખાનગી બાતમી અને માહિતીના આધારે કામરેજ તાલુકાના માંકણા ગામે આવેલા મંત્ર વીક એન્ડ હોમ નામના ફાર્મ હાઉસમાં એલસીબી પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. જે વીક એન્ડ હોમ ફાર્મ હાઉસમાં હિરાબાગ ડી-234 વિઠ્ઠલ નગર વરાછા રોડ ખાતે રહેતા નરેશભાઈ ગોવિંદભાઇ માંગુકીયા નામના વ્યક્તિએ ફાર્મ હાઉસ ભાડે રાખી વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કર્યો હતો. એલસીબી પોલીસ દ્વારા ફાર્મ હાઉસમાંથી 168 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 92,400 તેમજ ફોર વ્હીલ ગાડી નંબર GJ05-JK-8704 કિંમત રૂપિયા 3 લાખ તેમજ મોબાઇલ ફોન મળી કુલ 4.90 લાખની કિંમતના મુદ્દામાલ સહિત બે આરોપીને ઝડપી લીધા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પકડાયેલા તમામની પૂછતાછ કરતા તેમણે તેમના નામ નરેશભાઈ ગોવિંદભાઇ માંગુકિયા અને હર્ષદભાઈ વજુભાઇ ખટકીયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ખેરગામના શફી શેખ તેમજ મોટા વરાછા ખાતે રહેતા નીતિનભાઈ ઉર્ફે ટગલો જ્યંતીભાઈ માગુંકીયા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

Next Article