Surat : શહેરમાં સૌથી નાની વયના બે બાળકો કોરોના પોઝિટિવ, માતા સ્તનપાન કરાવી શકે તે માટે સિવિલ તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ

|

Jul 06, 2022 | 4:43 PM

સુરત(Surat) શહેરમાં રોજે રોજ આવી રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓમાં અત્યાર સુધીમાં સૌથી નાની વયની એક મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકી કોરોના પોઝીટીવ થતા તંત્ર પણ વિચારમાં પડી ગયું છે. બંને નવજાતને નવી સિવિલ હોસ્પિટલના કોવીડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે

Surat : શહેરમાં સૌથી નાની વયના બે બાળકો કોરોના પોઝિટિવ, માતા સ્તનપાન કરાવી શકે તે માટે સિવિલ તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ
Surat Civil Hospital

Follow us on

કોરોનાની(Corona) ચોથી લહેરની ભીતિ વચ્ચે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેને ધ્યાને રાખીને સુરત(Surat)શહેરની સૌથી મોટી ગણાતી નવી સિવિલ(Civil Hospital)અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ઓપીડી તેમજ દાખલ કરી સારવાર કરાવવા સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ દરમિયાન શહેરમાં રોજે રોજ આવી રહેલા કોરોના પોઝીટીવ દર્દીઓમાં અત્યાર સુધીમાં સૌથી નાની વયની એક મહિનાનું બાળક અને ત્રણ મહિનાની બાળકી કોરોના પોઝીટીવ થતા તંત્ર પણ વિચારમાં પડી ગયું છે. બંને નવજાતને નવી સિવિલ હોસ્પિટલના કોવીડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. જેમાં નવાગામ ડિંડોલી ખાતે રહેતા યાદવ પરિવારની માત્ર ત્રણ માસની પુત્રી કોરોનાગ્રસ્ત થઇ છે. ગઈ કાલે તેને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

નાની વયની પ્રથમ બાળકી કોરોનાગ્રસ્ત

વધુમાં જાણવા મળ્યું હતું કે દંપતી અને બે બાળકી સહીત પરિવારમાં આ બાળકીને બે દિવસથી તાવ આવતો હતો. ગઈ કાલે સવારે માતા પિતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.અહીં કોવીડની ઓપીડીમાં ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝીટી આવતા માતા પિતા ચોંકી ગયા હતા.એટલું જ નહીં સાવચેતીના ભાગરૂપે આ બાળકીના માતા પિતા અને મોટી બહેનના પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જોકે ત્રણેયના નેગેટિવ રિપોર્ટ આવતા ડોકટરો પણ વિચાર પડી ગયા હતા કે આ આટલી નાની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ કેવી રીતે આવ્યો.હાલમાં ચાલી રહેલ કોરોનાની આ સીઝનમાં આ સૌથી નાની વયની પ્રથમ બાળકી કોરોનાગ્રસ્ત હોવાનું જાણવાં મળ્યું છે. જ્યારે અન્ય એક મહિનાનું બાળક પણ કોવિડ પોઝીટિવ આવતા તેને સારવાર આપવામાં આવી રહી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે હાલ બંને બાળકોની તબિયત નોર્મલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સિવિલ તંત્ર દ્વારા માતા માટે ડાયટની વ્યવસ્થા

સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ સિવિલમાં એક માસની અને ત્રણ માસ બાળકી કોવિડ પોઝિટિવ છે અને હાલમાં તેમની માતા તેને સ્તનપાન કરાવે છે. જેથી માતાને પણ તેની સાથેજ રાખવામાં આવી છે. તેમજ માતા માટે એક લીટર દૂધ અને ઈંડા સંહિત ડાયટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. માતા સ્તનપાન કરાવશે તો તેને પણ ચેપ લાગવાની શક્યતા છે પંરતુ બાળકો નાના હોવાથી તેને સ્તનપાન કરાવવું પણ જરૂરી છે.

Next Article