Surat Diamond Bourse : 4200 દીવડા પ્રજ્વલિત કરી ડાયમંડ બુર્સમાં કરાશે ગણેશ સ્થાપન

|

May 23, 2022 | 10:28 AM

ડાયમંડ બુર્સમાં (SDB) આલીશાન 4200 ઓફિસ બનાવવામાં આવી છે. જેથી 4200 પ્રજ્વલિત દીવડા પ્રજ્વલિત કરીને મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે.

Surat Diamond Bourse : 4200 દીવડા પ્રજ્વલિત કરી ડાયમંડ બુર્સમાં કરાશે ગણેશ સ્થાપન
Surat Diamond Bourse (File Image )

Follow us on

અમેરિકાના(USA) પેન્ટાગોનથી પણ મોટા અને સુરતમાં (Surat ) બનેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના (Dimond Bourse ) બ્યુટિફિકેશનની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. ત્યારે ડાયમંડ બુર્સ કમિટીએ આગામી તારીખ 5 જૂને સુરત ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના સાથે 4200 દીવડાની મહા આરતીનો કાર્યક્રમ રાખ્યો છે. ચર્ચા એવી છે કે અંદાજે 9 કરોડના ખર્ચે બનેલા ડાયમંડ આકારના મુખ્ય ગેટનું લોકાર્પણ વડાપ્રધાન કરે એવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. જો કે, કમિટીના કેટલાક આગેવાનોનો એવો મત છે કે બુર્સનું કામ સંપૂર્ણ પૂરું થાય પછી સંપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સને ઝડપથી કાર્યરત કરવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુર્સની મોટાભાગની ઓફિસોમાં ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કેટલીક ઓફિસોમાં આગામી ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે. ભારતીય પરંપરા મુજબ દરેક શુભ કાર્ય વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાથી થાય છે. એ પરંપરાને અનુસરીને 5 જૂને ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના થશે. ડાયમંડ બુર્સમાં આલીશાન 4200 ઓફિસ બનાવવામાં આવી છે. જેથી 4200 પ્રજ્વલિત દીવડા પ્રજ્વલિત કરીને મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે.

ખજોદ ખાતે ડાયમંડ બુર્સ શરૂ થતા સુરતના હીરા ઉધોગકારોને સરળતાથી રફ હીરા સુરતમાંથી જ મળી રહેશે. અહીં એકસાથે હીરાની 4 હજાર જેટલી ઓફિસો ધમધમતી રહશે. હીરા ઉધોગકારોએ જણાવ્યું છે કે ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ વર્ષે દહાડે 2 લાખ કરોડથી વધુના હીરાની આયાત નિકાસ થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસ ફૂટ છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગન દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન  67 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં, સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.

સુરક્ષાઃ

ડાયમંડ બુર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો છે. આ ઉપરાંત 4500 ફોર વ્હીલર અને 10 હજાર ટુ વ્હીલર માટે વિશાળ પાર્કિંગ છે.ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ હીરાના વેપારીઓને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.

વ્યવસ્થાઃ

રેપાપોર્ટની ઓફિસ પણ ડાયમંડ બુર્સમાં હશે, અહીં કસ્ટમ ઓફિસ શરૂ થવાથી એક્સપોર્ટ પણ સરળ બનશે, ડાયમંડ બુર્સને રોજગારી આપીને હીરા ઉદ્યોગકારોનું કામ સરળ બનશે. સુરતના ઉદ્યોગકારો હવે નિકાસ માટે હીરા મુંબઈ મોકલે છે. જોકે સુરતમાં પણ નિકાસની સુવિધા શરૂ થઈ ગઈ છે, પરંતુ મોટાભાગની નિકાસ મુંબઈથી જ થઈ રહી છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ અહીં કસ્ટમ ઓફિસ સહિતની અન્ય સુવિધાઓ હોવાથી હીરાની નિકાસ પણ સરળ બનશે. ડાયમંડ બુર્સ શરૂ થશે તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તો 10 લાખ લોકોને રોજગારી મળશે.

Next Article