Surat Development : શહેરમાં વિકાસ કામોમાં મંદ ગતિ, 10 મહિનામાં માત્ર 28 ટકા જ કામગીરી

|

Jan 18, 2022 | 12:49 PM

વર્ષ 2021-22ના બજેટમાં કેપિટલ કામો એટલે કે વિકાસ કામો માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનો પુરો થવાને આરે છે અને હજુ સુધી માત્ર 900 કરોડ રૂપિયાનાં જ કેપિટલ કામો થયાં છે.

Surat Development : શહેરમાં વિકાસ કામોમાં મંદ ગતિ, 10 મહિનામાં માત્ર 28 ટકા જ કામગીરી
Development in Surat city (File Image )

Follow us on

સુરત મહાનગર પાલિકાનું(Surat Municipal Corporation )  2022-23 ના બજેટનો (Budget ) મુસદ્દો તૈયાર થઇ રહ્યો છે, ત્યારે મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા સુરત મહાનગરપાલિકા હસ્તકના અંદાજીત રૂપિયા 3518.23 કરોડ ખર્ચના પ્રગતિ હેઠળના 80 વિવિધ મોટા કેપિટલ કામો અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓ સાથે વિવિધ કામો અને પ્રકલ્પોની(Projects ) કામગીરી પર ચર્ચા કરી હતી.

વર્ષ 2021-22ના બજેટમાં કેપિટલ કામો એટલે કે વિકાસ કામો માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનો પુરો થવાને આરે છે અને હજુ સુધી માત્ર 900 કરોડ રૂપિયાનાં જ કેપિટલ કામો થયાં છે. સમીક્ષા બેઠકમાં સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનના વડાઓ , વિવિધ કામની અને પ્રકલ્પોની જવાબદારી સાંભળતા સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યા હતા.

સમીક્ષા બેઠકમાં અંદાજીત કુલ રૂપિયા 27.41 કરોડના ખર્ચના પ્રગતિ હેઠળના તાપી રીવર બ્રિજ , રેલવે ઓવર બ્રિજ , ફ્લાય ઓવર બ્રિજ સહિતના વિવિધ -7 જેટલા બ્રીજોનું કામ, ડ્રેનેજ વિભાગના અંદાજીત કુલ રૂ .1447.32 કરોડ ખર્ચના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા અન્ય કામો મળી કુલ ૨૪ પ્રગતિ હેઠળના પ્રકલ્પો , એન્વાયરમેન્ટ સેલ ( ડ્રેનેજ વિભાગના ) અંદાજીત રૂ .133.08 કરોડ ખર્ચનો પ્રગતિ હેઠળના પ્રકલ્પ , હાઉસીંગ વિભાગના અંદાજીત રૂ .6.68 કરોડ ખર્ચના પ્રકલ્પ , હાઇડ્રોલિક વિભાગના અંદાજીત રૂ .124.52 કરોડના ખર્ચના વિવિધ પ્રગતિ હેઠળના પાંચ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમજ હેડ વોટર વર્કસના અંદાજિત રૂ .70.55 કરોડ ખર્ચના પ્રગતિ હેઠળના 2 પ્રકલ્પો , રોડ ડેવલપમેન્ટ વિભાગના અંદાજીત રૂ .71.42 કરોડ ખર્ચના 3 પ્રગતિ હેઠળના પ્રકલ્પો , સ્લમ અપગ્રેડેશન વિભાગના અંદાજિત રૂ .945 કરોડ ખર્ચના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના કુલ 20 પ્રકલ્પો , ટ્રાફિક બી.આર.ટી.એસ પ્રોજેક્ટ સેલના અંદાજીત કુલ રૂ .24.98 કરોડના ખર્ચના પ્રગતિ હેઠળના વિવિધ 3 પ્રકલ્પો નો સમાવેશ થાય છે.

ઝોન વાઈઝ બાકી કામો : 
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારના અંદાજીત રૂ .5.35 કરોડ ખર્ચના , વરાછા ઝોન – એ વિસ્તારના અંદાજીત રૂ.29.33  કરોડ ખર્ચના , વરાછા ઝોન – બી વિસ્તારના અંદાજીત રૂ .5.38 કરોડ ખર્ચના , કતારગામ ઝોન વિસ્તારના અંદાજીત રૂ .21.32 કરોડ ખર્ચના , અઠવા ઝોન વિસ્તારના અંદાજીત રૂ .25.91 કરોડ ખર્ચના , રાંદેર ઝોન વિસ્તારના અંદાજીત રૂ .9.98 કરોડ ખર્ચના કુલ 14 પ્રકલ્પો સહિતના પ્રગતિ હેઠળના પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા કરી હતી .

આમ, શહેરમાં વિકાસ કામોની મંદ ગતિ દેખાઈ રહી છે. દસ મહિનામાં ફક્ત 28 ટકા જ કામગીરી થઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળને કારણે તેના પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આવનારા બજેટ પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ રીવ્યુ બેઠક કરીને કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીને આજે બીજો મોટો ઝટકો: સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ‘આપ’ છોડી

આ પણ વાંચો : Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ

Next Article