Surat : પરવાનગી વિના સુખાનંદ વ્યાયામ શાળામાં કરવામાં આવ્યો દહીં હાંડી કાર્યક્રમ

|

Aug 31, 2021 | 10:47 PM

સુખાનંદ વ્યાયામ શાળા દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી. પરવાનગી ન હોવા છતા દહી હાંડીનો કાર્યક્રમ રાખીને લોકોને નિયમ વિરુદ્ધ એકત્ર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં  કોરોના  ગાઈડ લાઇન સાથે સરકારે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી મંજૂરી આપી હતી. તેમજ  જન્માષ્ટમી પ્રસંગે યોજાતા દહી હાંડી મહોત્સવની મંજૂરી સરકારે આપી ન હતી. જો કે તેમ છતાં સુરતમાં શેરી મહોલ્લામાં જન્માષ્ટમી નિમિતે દહીં હાંડી ફોડવામાં આવી હતી.

જેમાં શેરી મહોલ્લામાં ગોવિંદા મંડળોએ નિયમો વિરૂદ્ધ  દહી હાંડી કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પરવાનગી ન હોવા છતા દહી હાંડીનો કાર્યક્રમ રાખીને લોકોને નિયમ વિરુદ્ધ એકત્ર કરવામાં આવ્યા હતા. તેમજ સુખાનંદ વ્યાયામ શાળા દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી.

આ સમગ્ર કિસ્સામાં એક બાબત સ્પષ્ટ છે કે સરકાર લોકોને અને ગોવિંદા મંડળોને વારંવાર વિનંતી કરીને કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા માટે અપીલ કરી હતી. તેમ છતાં અનેક ગોવિંદા મંડળોએ કોરોના ગાઇડ લાઇનનો ભંગ કરીને દહીં હાંડી મહોત્સવ ઉજવ્યો હતો. જો કે આ બધા વચ્ચે પ્રશ્ર્ એ છે કે શું આ લોકો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

તેમજ જો સરકારની ગાઈડ લાઇનનું પાલન કરીને લોકો ઉત્સવ ઉજવે તો તેમાં કશો વાંઘો નથી. પરંતુ તેમ છતાં અનેક ગોવિંદા મંડળોએ સરકારની ગાઈડ લાઇનને ફોલો નથી કરી. તેવા સમયે આવનારા ગણેશ મહોત્સવમાં પણ સરકારની ગાઈડ લાઇનનું કેટલું પાલન કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : AMC: 15 લાખથી મોંઘી ગાડી ફેરવનારાઓ માટે બેડ ન્યૂઝ, કોર્પોરેશન SUV વાહનોના ટેક્સમાં વધારો કરી 10 કરોડ કમાશે

આ પણ વાંચો : Bigg Boss ફેમ શહનાઝ ગિલે બદલી પોતાની સ્ટાઇલ, બોલ્ડ ફોટોશૂટથી ઉડાવ્યા ચાહકોના હોશ !

Published On - 10:35 pm, Tue, 31 August 21

Next Video