Surat : મ્યુનિસિપલ કમિશનરના નામે રૂપિયાની માંગણી, ઠગબાજે આરોગ્ય અધિકારીને ફોન કરતા ભાંડો ફૂટ્યો

|

May 10, 2022 | 9:10 PM

સુરત (Surat )શહેરના ઇતિહાસમાં સંભવત પ્રથમ વાર એવું બન્યું છે કે પૈસા માંગનાર ઠગબાજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે ફોન અને મેસેજ કરી પૈસાની માગણી કરી છે.

Surat : મ્યુનિસિપલ કમિશનરના નામે રૂપિયાની માંગણી, ઠગબાજે આરોગ્ય અધિકારીને ફોન કરતા ભાંડો ફૂટ્યો
Municipal Commissioner of Surat (File Image )

Follow us on

 

શહેરીજનોને ફોન કરી અલગ- ઓનલાઇન(Online ) ઠગાઈ કરતા ઠગબાજો હવે આઈએએસ(IAS) ઓફિસરને પણ -છોડતા નથી. સુરત (Surat )શહેરના સંભવત પ્રથમ વાર એવો કેસ સામે આવ્યો છે કે જેમાં ઠગબાજ ફોન કરી આઈએએસ ઓફિસર સુરત મ્યુનિસિપલ કમિશનર નામ પૈસાની માગણી કરી છે. જોકે ઠગબાજે આ ફોન સુરત મહાનગરપાલિકાના જ આરોગ્ય અધિકારીને કરતા સમગ્ર -ભાંડો ફૂટી ગયો હતો. બનાવને પગલે સુરત મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક સોશિયલ મીડિયા મારફતે શહેરીજનોને અપીલ કરી હતી કે તેમના કોઈ પણ ફોન કે મેસેજ આવે તો તેને માન્ય રાખવો નહીં.

હાલ તો ફોન કરનાર ઈસમ સામે સુરત મ્યુનિસિપલ કમિશનરના પીએએ સાયબર ક્રાઇમમાં લેખિતમાં અરજી આપી દીધી છે. પોલીસે આગળની તપાસ પોલીસે શરૂ કરી છે. સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથક અને ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે અનેક ફરિયાદો ઓનલાઇન ઠગાઈની નોંધાતી હોય છે. પરંતુ સુરત શહેરના ઇતિહાસમાં સંભવત પ્રથમ વાર એવું બન્યું છે કે પૈસા માંગનાર ઠગબાજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે ફોન અને મેસેજ કરી પૈસાની માગણી કરી છે. બન્યું એવું કે સુરત મહાનગરપાલિકામાં જ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા એક અધિકારી પર ફોન આવ્યો હતો અને કમિશનરશ્રીના અગ્ર રહસ્ય સચિવ ફોન કરનાર અજાણ્યા ઈસમે પોતાની ઓળખ સુરત મ્યુનિસિપલ કમિશનર આઇ.એ.એસ ઓફિસર બંછાનીધી પાની તરીકે આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ત્યારબાદ આ ઈસમે તેને તાત્કાલિક પૈસાની જરૂર છે તેમ કહી આરોગ્ય અધિકારી પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી આરોગ્ય અધિકારીને ફોન કરનાર અજાણ્યા ઈસમ પર શંકા જતા તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરને ફોન કરી આ વાત અંગે ધ્યાન દોર્યું હતું. જેથી સુરત મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક આ અજાણ્યા નંબર સાથેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે મેસેજમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આ નંબર તેમનો નથી. જેથી જો કોઈને પણ તેમના નામે ફોન કરી અથવા મેસેજ કરી પૈસાની માગણી કરવામાં આવે તો તેને ધ્યાન પર ન લેવા સુરત મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે.

મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશનરને જાણ કરી

હાલ તો પ્રાથમિક તપાસમાં ફોન કરનાર ઈસમ રાજસ્થાન બાજુનો હોવાનું અજાણ્યા ઈસમ દ્વારા મ્યુ.કમિશનરના નામે ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની જાણ થતાની સાથે જ તેઓએ તાત્કાલિક પોલીસ કમિશનર અજયકુમાર તોમને ફોન કરી આ વાતની જાણ કરી હતી. આ ઉપરાંત તેઓએ પીએ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનપા કમિશનરના નામે પૈસા મંગાવામાં આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

.

Published On - 9:09 pm, Tue, 10 May 22

Next Article