Surat : મહુવા તાલુકામાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો, મોત કુદરતી રીતે થયું હોવાનું અનુમાન, કામરેજમાં વધુ એક દીપડો દેખાયો

|

Jul 29, 2022 | 2:40 PM

આ પહેલા પણ સુરત (Surat )જિલ્લાના કામરેજ અને માંડવી તાલુકામાં દીપડાઓ લટાર મારતા હોવાના અનેક વિડીયો સામે આવી ચુક્યા છે.

Surat : મહુવા તાલુકામાં દીપડાનો મૃતદેહ મળી આવ્યો, મોત કુદરતી રીતે થયું હોવાનું અનુમાન, કામરેજમાં વધુ એક દીપડો દેખાયો
Leopard spotted in Kamrej (File Image )

Follow us on

સુરત (Surat ) જિલ્લાના મહુવા તાલુકામાં ખેતરમાંથી દિપડાનો(Leopard ) મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોનું ટોળું ખેતર (Farm )તરફ ઉમટી પડ્યું હતું. જો કે, બીજી તરફ વન વિભાગ દ્વારા મૃત દિપડાનો કબ્જો મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દીપડાનું મોત કુદરતી રીતે :

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે માંડવી તાલુકા ખાતે આવેલ દેડવાસણ ગામે શંકરભાઈ પટેલ સાંજના સમયે પોતાના ખેતરે ગયા હતા. જ્યાં તેઓને દિપડાનો મૃતદેહ મળી આવતાં તેઓએ તાત્કાલિક આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. આ દરમ્યાન સમગ્ર પંથકમાં આ ઘટના વાયુવેગે પ્રસરી જતાં ગ્રામજનોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

જોકે, ઘટના સ્થળે પહોંચેલી વન વિભાગની ટીમ દ્વારા પ્રારંભિક તપાસ દરમ્યાન અંદાજે બે વર્ષના નર દિપડાનું મોત કુદરતી હોવાનું જાણવા મળ્યું હતું. દિપડાના શરીર પર કોઈપણ પ્રકારના ઘાવ કે ઈજાના નિશાન મળી આવ્યા ન્હોતા. પ્રાથમિક કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દિપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વધુ એક દીપડો દેખાયો :

બીજી તરફ સુરત જિલ્લામાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા છે. હવે કામરેજના ચોર્યાસી ગામની સીમમાં દીપડો દેખાયો છે. કાર ચાલકે દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કરી દીધો છે. મોબાઈલમાં કેદ કરાયેલા વીડિયોમાં દીપડો બિંદાસ લટાર મારતો નજરે ચડ્યો છે.

જોકે અત્યારસુધી દીપડા દ્વારા કોઇપણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું નથી. શિકારની શોધમાં દીપડાઓ માનવ વસ્તી તરફ વળી રહ્યા છે. આ પહેલા પણ સુરત જિલ્લાના કામરેજ અને માંડવી તાલુકામાં દીપડાઓ લટાર મારતા હોવાના અનેક વિડીયો સામે આવી ચુક્યા છે. અમુક કિસ્સાઓમાં ગ્રામજનોની ફરિયાદને જોતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે.

Input Credit by Jignesh Mehta (Bardoli )

Next Article