સુરતમાં 90 લાખની ચોરીના કેસમાં બે શખ્સ ઝડપાયા, પોલીસે મહદઅંશે રોકડ કબજે કરી

|

Oct 19, 2021 | 8:44 PM

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલીને ગુજરાત બહારથી બે શખ્સોને ઝડપ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી મોટાભાગની રોકડ મળી આવી છે. આ રોકડ રકમને પોલીસે જપ્ત કરી છે.

સુરતના(Surat)ખટોદરામાં  11 ઑક્ટોબરના રોજ રાત્રે 90 લાખની ચોરીના(Robbery) કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch) સફળતા મળી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલીને ગુજરાત બહારથી બે શખ્સોને ઝડપ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી મોટાભાગની રોકડ મળી આવી છે. આ રોકડ રકમને પોલીસે જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, 11 ઓકટોબરના રોજ રાત્રે સુરત શહેરમાં બિલ્ડરની ઓફિસમાંથી માત્ર અડધા કલાકમાં જ 90 લાખની ચોરી થઈ હતી. જેમાં શહેરના ન્યૂ સિટીલાઈટ રોડ પર રાત્રે બે તસ્કરોએ બિલ્ડરની ઓફિસને ટાર્ગેટ કરી અને 90 લાખની ચોરી કરી હતી. બિલ્ડરની ઓફિસના મેનેજરે ખટોદરા પોલીસમાં આ બાબતે ફરિયાદ આપતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસે ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ટૂંકમાં કોઈ જાણભેદુએ ચોરીને અંજામ આપવા કોઈને ટીપ આપી ચોરી કરાવી હોય એવી પોલીસને આશંકા લાગી રહી હતી. જો કે સૌથી નવાઇની એ હતી કે રવિવારે રાત્રિના 8.15 વાગ્યે ચોરી થઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી અને લગભગ 10 થી 15 કર્મીઓ કામ કરતા હતા છતાં બન્ને ચોરો પાછલા દરવાજાથી પ્રવેશી 30 મીનિટમાં જ ચોરી કરી નીકળી ગયા હતા અને ચોરી અંગે કોઈને ગંધ પણ આવવા દીધી ન હતી.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે રીતે બે વ્યક્તિ દ્રશ્યોમાં જોવા મળે છે તે પરથી લાગતું હતું કે તેઓ આ જગ્યાના જાણકાર હતા.

આ પણ  વાંચો : સારા સમાચાર : ભારે વરસાદથી પાક-નુકસાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કેટલી મળશે સહાય

આ પણ વાંચો : તહેવારો ટાણે પણ પોરંબદરની બજોરોમાં મંદીનો માહોલ, ખાદી ઉદ્યોગને વળતર આપવાની માગ

Next Video