Surat : કોરોના ઘટ્યો તો અન્ય બીમારીઓએ ભરડો લીધો, મેલેરિયા, ટાઇફોઇડના દર્દીઓ વધ્યા

|

May 31, 2021 | 9:43 AM

Surat : કોરોનાના (Corona) કેસો ઓછા થતાં જ બીજી બીમારીઓ સામે આવવા લાગી છે. અત્યાર સુધી બીજી બીમારીઓની ડોક્ટર તપાસ કરતા ન હતા.

Surat : કોરોના ઘટ્યો તો અન્ય બીમારીઓએ ભરડો લીધો, મેલેરિયા, ટાઇફોઇડના દર્દીઓ વધ્યા
સુરતમાં અન્ય બિમારીએ ઉચક્યુ માથુ

Follow us on

Surat : કોરોનાના (Corona) કેસો ઓછા થતાં જ બીજી બીમારીઓ સામે આવવા લાગી છે. અત્યાર સુધી બીજી બીમારીઓની ડોક્ટર તપાસ કરતા ન હતા. પરંતુ હવે જ્યારે તપાસ કરી રહ્યા છે ત્યારે મેલેરિયા(malaria), ટાઇફોઇડ(typhoid)અને ડાયેરીયાના(diarrhea) કેસ સામે આવવા લાગ્યા છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી માં રોજ 1000 થી 1200 દર્દીઓ તેના ઈલાજ માટે આવી રહ્યા છે. જેમાં સૌથી વધારે 150 દર્દીઓમાં આ બીમારીના લક્ષણો જોવા મળતા તેમને એડમીટ પણ કરવામાં આવ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 80થી વધુ દર્દીઓ ટાઇફોઇડ, મેલેરિયા અને ડાયેરિયાના દાખલ છે.

સિવિલ(civil) હોસ્પિટલમાં લગભગ 12 દિવસથી ઓપીડી ચાલી રહી છે. હોસ્પિટલમાં રોજ 400 થી 500 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેમાં ઓછામાં ઓછા 50 થી 60 દર્દીઓ ટાઈફોઇડ, ડાયરિયા અને મેલેરિયાને કારણે દાખલ થઈ રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સિવિલમાં જ્યારે સામાન્ય ઓપીડીનો પહેલો દિવસ હતો. ત્યારે ફક્ત 35 જ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હવે રોજ 60 થી 80 દર્દીઓ દાખલ થાય છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ રોજ 70 થી 80 ટકા દર્દીઓ સામે આવી રહ્યા છે. જેમાં સામાન્ય તાવ, મેલેરિયા, ડાયરિયા અને ટાઇફોઇડના લક્ષણો જોવા મળે છે. બન્ને હોસ્પિટલ મળીને રોજ 100થી વધુ દર્દીઓનો બ્લડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

માર્ચ મહિનામાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલને પણ કોરોના હોસ્પિટલ બનાવી દેવામાં આવી હતી. સ્ટેમ સેલ, જૂની બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા.

હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સંખ્યા પણ વધી છે. છાતીમાં દુખાવો, શ્વાસ લેવાની સમસ્યા, સાંધામાં દુખાવો, હળવો તાવ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓની સાથે દર્દી આવી રહ્યા છે. ડોક્ટરોનું પણ કહેવું છે કે અત્યારે એ કહેવું યોગ્ય નથી કે પોસ્ટ કોવિડ દર્દીઓ પણ સીઝનલ બિમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે.

પરંતુ બે અઠવાડિયા પહેલા થયેલ વરસાદ બાદ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવનારા દિવસોમાં ચોમાસું શરૂ થશે તે પછી મેલેરિયા, ડેન્ગ્યૂ, ટાઇફોઇડ અને ડાયેરીયાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે. તેમાં પોસ્ટ કોવિડ દર્દીઓ પણ ઝપેટમાં આવી જશે.

મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર જે.પી.વાગડીયાએ જણાવ્યું છે કે કોરોના ની સાથે સાથે તેમની ટીમ ડેન્ગ્યુ અને મેલેરિયા ની પણ તપાસ કરી રહી છે. તેના માટે 2800 લોકોની ટીમ કામે લાગી છે. જે એક અઠવાડિયામાં આખા શહેરને કવર કરી લેશે.

Next Article