Surat: સુરતમાં ત્રણ દિવસથી કોરોનાનાં કેસમાં ઘટાડો, નવા 87 કેસનોંધાયા જ્યારે 96 થયા સાજા

|

Jul 12, 2022 | 9:50 AM

એકતરફ સુરત અને દક્ષિણ ગુજરાત પર આસમાની આફત વરસી રહી છે તો બીજી તરફ કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતા વહીવટી તંત્રને રાહત થઈ છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધતો જાય છે.

Surat: સુરતમાં ત્રણ દિવસથી કોરોનાનાં કેસમાં ઘટાડો, નવા 87 કેસનોંધાયા જ્યારે 96 થયા સાજા
પ્રતિકાત્મક તસવીર
Image Credit source: PTI

Follow us on

Surat: એકતરફ સુરત અને દક્ષિણ ગુજરાત પર આસમાની આફત વરસી રહી છે તો બીજી તરફ કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો થતા વહીવટી તંત્રને રાહત થઈ છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધતો જાય છે. સોમવારે પણ સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. પાછલા 24 કલાકમાં શહેરમાં 71 અને જિલ્લામાં 16 મળી વધુ 87 નવા કેસ નોંધાયા છે. જ્યાં વધુ 96 દર્દીએ કોરોનાને હરાવતા ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના નવા નોંધાયેલા કેસોમાં ચાર ડોક્ટર, નર્સ, બે નોકરિયાત લોકોનો સમાવેશ થાય છે.

સુરત શહેર અને જિલ્લા મળીને હાલ એક્ટિવ કેસની સંખ્યા 718 ઉપર પહોંચી છે. જેમાના 17 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. સુરતમાં કુલ કેસની સંખ્યા 2,17,231 જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા 2,04,773 પર પહોંચી છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં પાછલા 24 કલાકમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ 1,64,010 ઉપર પહોંચ્યા છે.

જ્યારે વધુ 97 દર્દી સાજા થયા હતા. જેથી ડિસ્ચાર્જની સંખ્યા 1,61,757 પર પહોંચી છે. આજે નોંધાયેલા નવા કેસમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 16, અઠવા 15, લિંબાયતમાં 11, કતારગામમાં 9, વરાછા-બીમાં 9, વરાછા-એમાં એમાં 3 કેસ, સેન્ટ્રલમાં 7, તથા ઉધના એમાં 3 દર્દીઓનો સમાવેશ થાય છે. જેમાં આજે નોંધાયેલા નવા કેસમાં ચાર વિદ્યાર્થીઓ, ડોક્ટર, નર્સ, બે વેપારી અને નોકરિયાત લોકો સંક્રમિત થયા છે

અમદાવાદના CEPT મંડળી ગરબામાં રમાતા સૌથી યુનિક સ્ટેપ શીખો સરળતાથી, જુઓ Video
Honey : વજન ઉતારવા માટે અકસીર ઈલાજ, હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીઓ, બોડી રહેશે એકદમ ફિટ એન્ડ ફાઈન
51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા

સુરત જિલ્લામાં આજે સૌથી વધુ ઓલપાડમાં 9, બારડોલી-કામરેજમાં 3-3, પલસાણામાં 1, મળી વધુ 16 નવા કેસ નોંધાયા હતા. જોકે આજે ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં એક પણ નવો કેસ નોંધાયા ન હતો, આ સાથે કુલ કેસની સંખ્યા 43,221 ઉપર પહોંચી છે. આજે વધુ 9 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જ્યારે 146 એક્ટિવ કેસ છે.

Next Article