Surat: કોરોનાના કેસો ઘટવા લાગ્યા, વેકસીનેશનની કામગીરીએ રફતાર પકડી

|

May 25, 2021 | 1:32 PM

સુરતમાં 68 દિવસ પછી કોરોનાના 267 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલાં 15 માર્ચે 262 કેસ નોંધાયા હતા. સોમવારે શહેરમાં 181 અને જિલ્લામાં 86 નવા દર્દીઓ નોંધાયા હતા.

Surat: કોરોનાના કેસો ઘટવા લાગ્યા, વેકસીનેશનની કામગીરીએ રફતાર પકડી
File Photo

Follow us on

સુરતમાં 68 દિવસ પછી કોરોનાના (Corona Cases) 267 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલાં 15 માર્ચે 262 કેસ નોંધાયા હતા. સોમવારે શહેરમાં 181 અને જિલ્લામાં 86 નવા દર્દીઓ નોંધાયા હતા. અત્યાર સુધી 1,38,809 પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. ત્યાં શહેરમાં 2 અને જિલ્લા માં 4 એટલે કે છ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 2040 વ્યક્તિઓના કોરોનાથી મોત થયા છે.

મે મહિનામાં આ પાંચમી વખત છે, જ્યારે કોરોનાથી મોતનો આંકડો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. 631 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધી 1,31,640 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ 5129 એક્ટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોનાના ઘટતાં કેસોને જોતા સિવિલમાં કિડની હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા જૂની બિલ્ડિંગમાં કોરોનાની સારવાર બંધ કરવામાં આવી હતી. કિડની હોસ્પિટલમાં અત્યારે 10 થી 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કોરોનાના કેસ વધવા લાગ્યા હતા, ત્યારે ત્રણ બિલ્ડીંગોમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. પહેલા સ્ટેમસેલ, પછી જૂની બિલ્ડિંગ અને પછી કિડની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર શરૂ કરી હતી. હાલ સિવિલમાં કોરોનાના કુલ ત્રણસો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 14 વેન્ટિલેટર પર અને 65 બાઇપેપ પર તેમજ 81 દર્દીઓ ઓક્સિજન પર છે.

તો બીજી તરફ વેકસીનેશનની (Vaccination) પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. સોમવારે સુરતમાં 20,006 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. રવિવારે 9,957 લોકોને વેકસીન આપવામાં આવી હતી. સોમવારે સૌથી વધારે 18+ લોકોને 18,030 લોકોને વેક્સિન આપવામાં આવી, જ્યારે 2000 ડોઝ સાથે 45+ લોકો, હેલ્થ કેર, ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનમાં 2210, વરાછામાં 2746, સરથાણામાં 2519, રાંદેરમાં 3063, કતારગામમાં 2829, લિંબાયતમાં 1975, ઉધનામાં 2399 અને અઠવામાં 2265 વેકસિન આપવામાં આવી હતી.

Published On - 1:26 pm, Tue, 25 May 21

Next Article