Surat : કોંગ્રેસનું અક્કલનું દેવાળું, રાહુલ ગાંધી સામે કેસ ઇડી એ દાખલ કર્યો, વિરોધ ઇન્કમટેક્ષ કચેરી બહાર ! 50 ની અટકાયત

|

Jun 18, 2022 | 8:49 AM

નોંધનીય છે કે નેશનલ (National )હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાલ ઇડી દ્વારા સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને હાલ તો ત્રણ દિવસ સુધીની મુદ્દત આપવામાં આવી છે

Surat : કોંગ્રેસનું અક્કલનું દેવાળું, રાહુલ ગાંધી સામે કેસ ઇડી એ દાખલ કર્યો, વિરોધ ઇન્કમટેક્ષ કચેરી બહાર ! 50 ની અટકાયત
Congress Protest against Rahul Gandhi;s ED Case (File Image )

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી(ED)  દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi )  કરવામાં આવી રહેલ પુછપરછના વિરોધમાં શહેર કોંગ્રેસ(Congress )  દ્વારા મજુરાગેટ સ્થિત ઇન્કમ ટેક્સ ઓફીસ બહાર ધરણાં-પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસીઓ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવ કરવામાં આવ્યા હતા.જ્યાં વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસીઓની પોલીએ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઇડીનો દુરુપયોગ કરી રહ્યા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. ઇન્કમટેક્સ ઓફીસ બહાર વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસીઓની ટીંગાટોળી કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

જોકે આખા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસીઓ દ્વારા અક્કલનું દેવાળું ફૂંકવામાં આવ્યું હોય તેવું પણ સાબિત થયું હતું. કારણ કે રાહુલ ગાંધી પર ઇડીએ કેસ દાખલ કર્યો છે, જયારે કોંગ્રેસ દ્વારા ઇન્કમ ટેક્સ ઓફિસની બહાર વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાલ ઇડી દ્વારા સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને હાલ તો ત્રણ દિવસ સુધીની મુદ્દત આપવામાં આવી છે. જો કે રાહુલ ગાંધીની ઇડી દ્વારા કરવામાં આવી રહેલી પુછપરછને લઈ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જેના ભાગરૂપે શુક્રવારના રોજ  સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ સુરત ખાતે ધરણાં પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મજુરાગેટ સ્થિત ઇન્કમ ટેક્સ ઓફીસ બહાર જ કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજી ભાજપ સામે ઉગ્ર દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.જ્યાં વિરોધ અને ધરણાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ સહિત પચાસ જેટલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસીઓએ રસ્તા પર જ સુઈ જઈ ઉગ્ર દેખાવો કર્યા હતા.જ્યાં પોલીસ દ્વારા તમામને ટીંગાટોળી કરી પોલીસ મથકે લઈ જવાયા હતા.આ અંગે કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે,ઇડી જેવી એજન્સીનો દુરુપયોગ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીના વ્યક્તિગત અભિપ્રાયને કચડવા અને દબાવવાનો ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. ભારતના બંધારણ અને લોકશાહીનું અનાદર થઈ રહ્યું છે.ઇડીને વડાપ્રધાન અને અમિત શાહે પોતાનું હથિયાર બનાવ્યું છે. તેવો આક્ષેપ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો.

Next Article