AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ

આ બે માસના સમય દરમિયાન, અડાજણ, રાંદેર વિસ્તાર તરફથી આવતાં લોકોએ રેલ્વે સ્ટેશન આવવા જવા માટે તાપી નદી પર બનાવવામા આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 08, 2022 | 1:54 PM
Share

સુરત (Surat) શહેરમા ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે જૂન-2000માં ખુલ્લા મુકાયેલા ડો.બાબાસાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજ (flyover bridge) જે સામાન્ય રીતે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ તરીકે ઓળખાય છે, તેને રીપેરિંગ (Repairing) માટે બે માસ માટે બંધ કરાયો છે. સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation)  દ્વારા તા.9 માર્ચથી તા.8 મે સુધી બ્રિજનું રિપેરિંગ કરાશે. જેથી બંધ કરવા માટેની જાહેરાત અત્યારથી કરવામાં આવી છે.

સુરત શહેરના વચ્ચે અને કાપડ માર્કેટ (Textile market) માં આવેલ રીંગરોડ (ring road) ફ્લાયઓવર તરીકે ઓળખાતો ડો.બાબા સાહેબ આંબેડકર બ્રિજ સુરતના સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક છે. જ્યાં દરોજ હાજરો વ્હાનોની અવર જવર થતી હોય છે આ બ્રિજ બન્યા બાદ અત્યાર સુધીમાં નાના રીપેરીંગ કામ થયા છે. પણ હાલમાં આ બ્રિજના સુપર સ્ટ્રકચર લીફટિંગ સાથે બેરિંગ રિપ્લેશમેન્ટ કરવાની તાતી જરૃરિયાત ઉભી થઈ છે.

કામગીરી ફરજિયાત કરવી પડે તેમ હોવાથી બ્રિજ વાહનવ્યવહાર માટે બે મહિના માટે બંધ કરવા અંગેનું જાહેરનામું મ્યુનિ. કમિશ્નર બન્છાનિધી પાનીએ બહાર પાડયું છે.આ બે માસના સમય દરમિયાન, અડાજણ, રાંદેર વિસ્તાર તરફથી આવતાં લોકોએ રેલ્વે સ્ટેશન આવવા જવા માટે તાપી નદી પર બનાવવામા આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ઉધના દરવાજા, ઉધના વિસ્તાર તરફથી રિંગરોડ બ્રિજ પર જે વાહનો આવતાં હતા તે વાહનોએ ખરવરનગર જંકશનથી બીઆરટીએસ કેનાલ રોડનો ઉપયોગ કરી કામરેજ તરફ જવાનું રહેશે.

જો આ સમય દરમિયાન બ્રિજના રીપેરિંગની કામગીરી બાકી હશે તો જાહેરનામું લંબાવાશે. સમય પહેલા રીપેરિંગ પુર્ણ થશે તો જાહેરાત કર્યા વગર ખૂલ્લો મુકી દેવાશે.મ્યુનિ.ના જાહેરનામામાં બ્રિજ રીપેરીંગ માટે બંધ કરવામા આવશે તે સમય દરમિયાન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ફ્લાય ઓવર બ્રિજ નીચે બન્ને તરફના રોડ પર કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત બ્રિજના નીચે કે રોડ પર વાહનો લોડીંગ કે અનલોડિંગ કરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજને બે માસ માટે બંધ કરવાની જાહેરાત કરવાની સાથે જ બુધવારથી રીંગરોડ વિસ્તારની સાથે સાથે સહારા દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધશે અને આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે.જ્યારે પણ આ બ્રિજ બંધ કરવાની વાત સામે આવી ત્યારે લોકોના મન માં પણ અનેક પ્રશ્નો ઉભા થઇ શકે છે તો સાથે આ બે મહિના માટે સુરત ટાફિક પોલીસ માટે પણ મહત્વના બનશે જો ઉચ્ચ અધિકારીઓ અને માણસો અમુક પોઇન્ટ પર ગોઠવા જેથી ટ્રાંફિક હળવી રહશે.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજકારણમાં આવવા કરી અપીલ, નરેશ પટેલે આ જવાબ આપ્યો

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">