Surat : ઉધનામાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બસ ચાલકે કાબુ ગુમાવ્યો, વૃદ્ધને અડફેટે લેતા ઈજાગ્રસ્ત

|

Apr 25, 2022 | 10:26 PM

પીપલોદ ખાતે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળેલા વૃદ્ધને બીઆરટીએસે (BRTS) અડફેટે લેતાં બંને પગમાં ફ્રેક્ચર સાથે ગંભીર ઈજા થઈ છે.

Surat : ઉધનામાં બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બસ ચાલકે કાબુ ગુમાવ્યો, વૃદ્ધને અડફેટે લેતા ઈજાગ્રસ્ત
Surat BRTS - File Photo

Follow us on

સુરતના (Surat) ભાઠે ખાતે રહેતા વૃદ્ધ બપોરના સમયે પીપલોદ ખાતે લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ ઘરેથી ઉધના ખરવરનગર બસ સ્ટેન્ડ (BRTS Bus Stand) ખાતે આવ્યા હતા અને ત્યાંથી તેઓ લેકવ્યુ ગાર્ડન સુધી જતી બસની રાહ જોતા હતા. ત્યારે બસ સ્ટેન્ડની અંદર જ એક બીઆરટીએસ બસ ચાલકે કાબુ ગુમાવી અડફેટે લઈને કેટલાક દૂર સુધી વ્હિલમાં ઘસડીને લઇ ગયો હતો. સ્થળ પર અકસ્માતના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકો ચોકી ગયા હતા અને બૂમાબુમ પણ કરી હતી. ત્યારે બસ ચાલક ઉભો રહ્યો હતો. જોકે વ્હિલમાં ઘસડાઈ જતા વૃદ્ધના બંને પગમાં ફ્રેક્ચર થવાની સાથે જાંઘની ચામડીઓ છૂટી પડી ગઈ હતી અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે જાણ કરતા 108 એમ્બ્યુલેન્સ આવી હતી અને વૃદ્ધને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મળતી માહિતી મુજબ ભાઠેના ખાતે આવેલ રણછોડનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય અરવિંદભાઈ ભગવાનદાસ રાણા ગઈકાલે બપોરે એક કલાકે ઉધના ખરવરનગર બસ સ્ટેન્ડના બીઆરટીએસ રૂટમાંથી જઈ રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસ (નંબર -જીજે-05-બીએક્સ -3480) ના ચાલક તેમને અડફેટે લઇ બસના આગળનો વ્હીલ પગ ઉપર ચઢાવી દેતા બને પગમાં ફ્રેક્ચર થવાની સાથે પંજા, કમર સહીત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તેમને 108 એમ્બ્યુલેન્સ દ્વારા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુમાં પુત્ર કલ્પેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ બે ભાઈ છે અને પિતા અરવિંદભાઈ સહીત પરિવાર સાથે રહે છે. તેમના પિતા પણ જરીના કારખાનામાં કામ કરી તેમને આર્થિક રીતે મદદરૂપ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ દરમિયાન ગતરોજ પીપલોદ ખાતે લગ્ન પ્રસંગ હતો. જેથી તેઓ કારખાનાંથી છૂટીને ઘરે ગયા હતા અને તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં આવવા માટે નીકળ્યા હતા. ખરવરનગર બસ સ્ટેન્ડ આવી તેઓ લેકવ્યુ ગાર્ડન સુધી જતી બસની રાહ જોતા હતા ત્યારે બસ ચાલકે તેમને અડફેટે લઇ લીધો હતો. ઉધના પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Heat Wave: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વધશે ગરમીનો પારો

આ પણ વાંચો: હાર્દિક પટેલના એક ટ્વીટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સાથેની નારાજગી ખુલ્લી પાડી, શું આ કારણે હાર્દિક કેસરિયા કરવાના મૂડમાં?

Published On - 10:22 pm, Mon, 25 April 22

Next Article