Surat : ફરિયાદમાં નામ દાખલ ના કરવુ હોય તો રૂપિયા આપો ! ACB એ લાંચની રકમ સાથે જ PSI ને ઝડપી પાડ્યા

|

Aug 03, 2022 | 1:20 PM

આ રૂપિયા લેવા માટે પીએસઆઇએ (PSI) તેના ખાનગી માણસને પુણા પોલીસ મથકની સામેના રોડ ઉપર મોકલ્યો હતો.

Surat : ફરિયાદમાં નામ દાખલ ના કરવુ હોય તો રૂપિયા આપો !  ACB એ લાંચની રકમ સાથે જ PSI ને ઝડપી પાડ્યા
PSI caught in bribe case (File Image )

Follow us on

રાજસ્થાનથી (Rajasthan ) સુરતમાં આવેલી દારૂની (Alcohol ) બસમાં દારૂના માલિકનું નામ ફરિયાદમાં (Complaint )આરોપી તરીકે દાખલ નહીં કરવા માટે પુણા પીએસઆઇ દ્વારા પાંચ લાખની માંગણી કરાઇ હતી,. અંતે આ મામલો રૂા.3 લાખમાં સમાધાન થતા ટ્રાવેલ્સના માલિકે 1.70 આપી દીધા હતા, ત્યારબાદ પીએસઆઇ દ્વારા બાકીના રૂા.1.30 લાખની માંગણી કરતા એસીબીમાં ફરિયાદ થઇ હતી અને પોલીસે પીએસઆઇ રાજપુત તેમજ ખાનગી વ્યક્તિને પકડી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ પહેલા પુણા પોલીસે રાજસ્થાનથી સુરતમાં લવાતા રૂા.4.82 લાખની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ લાવનાર બસમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર રતનસિંહ રાયસિંહ રાઠોડ, મહેન્દ્ર બાબુસિંહ રાજપુતની ધરપકડ કરી હતી, જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા નિર્ભયસિંહ સુખસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે દારૂ પકડ્યો ત્યારે પુણા પોલીસના પીએસઆઇ જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતે બસના માલિકનું નામ ફરિયાદમાં આરોપી તરીકે દાખલ નહીં કરવા માટે પાંચ લાખની માંગણી કરી હતી.

આ બાબતે ડ્રાઇવરે તેના માલિકને ફોન કરીને વાત કરી હતી, અંતે રકઝક થયા બાદ મામલો ત્રણ લાખમાં પુરો થયો હતો. જેમાંથી બસના માલિકે શરૂઆતમાં રૂા.1.70 લાખ મોકલી આપ્યા હતા અને બાકીના રૂા.1.30 લાખ આપવાના બાકી રાખ્યા હતા. ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ થઇ છતાં બસના માલિકે બાકીના રૂા..1.30 લાખ આપ્યા ન હતા. જેને લઇને પીએસઆઇ રાજપુત અને તેનો પ્રાઇવેટ માણસ જીયાઉદ્દીન અબ્દુલરહીમ સૈયદ વારંવાર ઉઘરાણી કરતા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ બંનેએ બાકીના રૂપિયા માંગતા એસીપીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇને તાપી એસીપી પોલીસના ઇન્સ્પેક્ટર એસ.એચ.ચૌધરી અને તેમની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ ફરિયાદ કરનાર યુવક રૂપિયા લઇને આવ્યો અને પીએસઆઇ વતી ખાનગી માલિક જીયાઉદ્દીનને આપી રહ્યો હતો ત્યારે જ પોલીસે રેડ પાડી હતી અને તેઓ બંનેને પકડી લેવામાં આવ્યા હતા. પીએસઆઇ રાજપુત તેમજ જીયાઉદ્દીનની સામે સુરત એસીબી પોલીસમાં લાંચ રૂશ્વત અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ બંનેની વધુ પુછપરછ શરૂ કરી છે.

પુણા પોલીસ મથકની સામે જ જાહેરમાં રોડ ઉપર રૂપિયા સ્વીકાર્યા હતા :

એસીબીના જણાવ્યા પ્રમાણે પીએસઆઇ રાજપુતે વારંવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા. ત્યારે આ રૂપિયા લેવા માટે પીએસઆઇએ તેના ખાનગી માણસને પુણા પોલીસ મથકની સામેના રોડ ઉપર મોકલ્યો હતો. અહીં બસના માલિકનો માણસ રૂપિયા લઇને આવ્યો ત્યારે પીએસઆઇએ પોલીસ મથકની બહારથી જ નજર રાખી હતી. તો બીજી તરફ પીએસઆઇ અને તેના માણસને પકડવા માટે એસીબીએ પણ અલગ અલગ રીતે બંનેની આજુબાજુ ફિલ્ડીંગ ગોઠવી દીધી હતી. જીયાઉદ્દીનએ જેવા રૂપિયા લીધા કે તેઓને પકડી લઇને પુણા પોલીસ મથકની અંદર લઇ જઇને પુછપરછ કરવામાં આવતા ત્યાં પોલીસના અન્ય સ્ટાફમાં સોપો પડી ગયો હતો. પુણા પોલીસનો સ્ટાફ સિવિલ ડ્રેસમાં હાજર એસીબી પોલીસને જોઇને ચોંકી ઉઠ્યો હતો.

Next Article