SURAT : ઓલપાડના બોલાવમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત સહિત દરેક ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, જાણો શું છે કારણ

|

Dec 05, 2021 | 8:10 PM

Gujarat Gram Panchayat Election: બોલાવ ગ્રામ પંચાયતની 8 બેઠકો પૈકી વોર્ડ નંબર 4ની બેઠક ફાળવણી મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ 4 અનુસૂચિત જાતિના લોકોની વસતિ ન હોવાને કારણે ગ્રામજનોએ આ બેઠક વસ્તી પ્રમાણે ફાળવવા માંગ કરી રહ્યા છે.

SURAT : ઓલપાડના બોલાવમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત સહિત દરેક ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, જાણો શું છે કારણ
Surat Bolav gam villagers boycott gram panchayat elections

Follow us on

SURAT : રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ત્યારે સુરતના ઓલપાડના બોલાવ ગામે સ્થાનિક સ્વરાજ્ય સહિત દરેક ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બોલાવ ગ્રામ પંચાયતની 8 બેઠકો પૈકી વોર્ડ નંબર-4ની બેઠક ફાળવણી મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 4ની બેઠક બે ટર્મથી અનુસૂચિત જાતિને ફાળવવામાં આવે છે.

જણાવી દઈએ કે વોર્ડ-4માં  અનુસૂચિત જાતિના લોકોની વસ્તી  ન હોવાને કારણે ગ્રામજનોએ આ બેઠક વસ્તી પ્રમાણે ફાળવવા માંગ કરી રહ્યા છે. બોલાવ ગામના લોકોએ આ મુદ્દે જિલ્લા કલેકટર, મામલતદાર સહિત ચૂંટણી અધિકારીને રજૂઆત કર હતી. જો કે, કોઈ નિરાકરણ ન આવતા હવે તેઓએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

જણાવી દઈએ કે જણાવી દઈએ કે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે સરપંચ માટે 31 હજાર 359 ફોર્મ ભરાયા છે. અને સભ્ય માટે 1 લાખ 16 હજારથી વધુ ઉમેદવારી પત્રક ભરાયા છે.ઉમેદવારીપત્રકો ભર્યા બાદ આગામી 6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

જ્યારે 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જે બાદ સરપંચ અને સભ્યપદ માટેના ઉમેદવારો સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 19 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યમાં 10 હજાર 879 ગ્રામ પંચાયત માટે મતદાન થવાનું છે. જે માટે 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : ધર્માંતરણ કેસમાં મોટા સમાચાર : વિદેશથી મોકલાયા લાખો રૂપિયા, વડોદરા SOGએ 27 લાખ રૂપિયા કબ્જે કર્યા

આ પણ વાંચો : Banaskantha: ખોડા ચેકપોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત

 

Published On - 8:10 pm, Sun, 5 December 21

Next Video