Surat: એરપોર્ટ પર બર્ડ હિટ થાય તે માટેનો તખતો તૈયાર! રન – વે નજીક ઝાડી – ઝાંખરા હટાવવામાં બેદરકારી

|

Mar 05, 2022 | 12:25 PM

લગભગ રનવેથી 15-20 ફૂટ દૂર સુધી આવું કંઈ હોવું જોઈએ નહિ, આને કારણે જીવ જંતુ, સાપ, પક્ષીઓ કે જાનવર સંતાઈ શકે છે અને ઓચિંતા રનવે પર બહાર આવી શકે છે. સલામતીના કારણસર આને તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

Surat: એરપોર્ટ પર બર્ડ હિટ થાય તે માટેનો તખતો તૈયાર! રન - વે નજીક ઝાડી - ઝાંખરા હટાવવામાં બેદરકારી
સુરત એરપોર્ટના રન - વે નજીક ઝાડી - ઝાંખરા ઊગી નીકળ્યાં

Follow us on

સુરત (Surat) એરપોર્ટ (airport) ૫૨ બર્ડ હિટ (Bird hit) ની ઘટના અગાઉ બની ચૂકી છે . આ સાથે ડોગ અને બિલાડી જેવા પશુઓ સંતાયેલા દેખાતા તેને પકડવાના બનાવો પણ બન્યા છે . સુરત એરપોર્ટ પર બફેલો હિટની ઘટના બનવા છતાં તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) ને પત્ર લખી 2 થી 3 ફૂટ ઊંચું ઘાસ કાપવા રજૂઆત કરવામાં આવી છે. આ સાથે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય લીનેશ શાહે સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપમાં પણ ઝાડી ઝાંખરાંનો ફોટો મૂ્યો છે.

આ ફોટાને નજીકથી જોતા જણાયું છે રહ્યું છે કે રનવે (runway) ને અડીને જ 2 થી 3 ફૂટ ઊંચું ઘાસ અને ઝાડીઝાંખરા ઊગી નીકળ્યા છે. પાછો આ ફોટો ટચ ડાઉન અને ટેક ઓફ પોઇન્ટનો જ જણાઈ રહ્યો છે. જે સલામતીની દૃષ્ટિએ યોગ્ય નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લગભગ રનવેથી 15-20 ફૂટ દૂર સુધી આવું કંઈ હોવું જોઈએ નહિ, આને કારણે જીવ જંતુ , સાપ , પક્ષીઓ કે જાનવર સંતાઈ શકે છે અને ઓચિંતા રનવે પર બહાર આવી શકે છે. સલામતીના કારણસર આને તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યએ આ બાબત ધ્યાનમાં લઇને એરપોર્ટ ઓથોરિટી સુરત , એરપોર્ટ ઓથોરિટી વેસ્ટર્ન રીજીયન, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન અને DGCAને ટ્વીટર દ્વારા ફરિયાદ આપી તાત્કાલિક આ ઝાડી – ઝાંખરાંને દૂર કરવા માંગણી કરી છે જેથી પેસેન્જરની સલામતી જળવાઈ રહે.

કોરોના કાળ બાદ બજાર ફરી સ્ટેબલ થતાં અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઇ રહી છે, એટલું જ નહીં તેની સાથે સાથે નવા શહેરો સાથે પણ સુરતની કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે. આવી સ્થિતિમાં એક્સપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવો જરૂરી છે.

આ પણ વાંચોઃ Vadodara: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો BAPSનો સ્વયંસેવક જીલ પટેલ, આ રીતે કરી રહ્યો છે વિદ્યાર્થીઓની મદદ

આ પણ વાંચોઃ Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાને મોડી રાત્રે હોસ્પિટલ દોડી જઇ સ્થિતિ જાણી

Published On - 12:24 pm, Sat, 5 March 22

Next Article