Surat : ભાંડૂત અને સેલૂતના ખેડૂતો સિંચાઇના પાણીથી વંચિત, તાત્કાલિક પાણી આપવા માંગ

|

Aug 09, 2021 | 8:02 PM

આ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગ પહોંચી ખેતી માટે પાણી આપવા માંગ કરી હતી. આ ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી માટે પાણીની માંગ કરી હતી. જેમાં આ બે ગામની કુલ 200 વિઘા જમીનમાં ખેતી થાય છે.

સુરત(Surat) ના ભાંડૂત અને સેલૂત ગામના લોકોને સિંચાઈ(Irrigation) ના પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. જેના પગલે આ ગામના ખેડૂતો(Farmers) એ સિંચાઈ વિભાગ પહોંચી ખેતી માટે પાણી આપવા માંગ કરી હતી. આ ખેડૂતોએ ડાંગરના પાકની રોપણી માટે પાણીની માંગ કરી હતી. જેમાં આ બે ગામની કુલ 200 વિઘા જમીનમાં ખેતી થાય છે. જો કે તંત્રને આ અંગે છેલ્લા 15 દિવસથી રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. જ્યારે કાંઠા વિસ્તારના ભાંડૂત અને સેલૂત ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચતુ જ નથી તેવો ખેડૂતોનો આક્ષેપ છે.

આ પણ વાંચો : Ahmedabad : ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાનો વિરોધ, અધ્યાપક મંડળનું ઉગ્ર લડતનું એલાન

આ પણ વાંચો : Junagadh : લાંબા વિરામ બાદ શ્રાવણ માસની શરૂઆતે જ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીની લહેર

Published On - 7:58 pm, Mon, 9 August 21

Next Video