Surat : બારડોલી અને મહુવા પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Aug 17, 2021 | 5:36 PM

સુરતના મહુવા તાલુકાના કરચેલીયા,વલવાળા, અનાવલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જયારે આ ઉપરાંત બારડોલી તેમજ આસપાસના પંથકમાં વરસાદ શરૂ થયો છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ લોકો અને ખાસ કરીને ખેડૂતો વરસાદના બીજા રાઉન્ડની રાહ જોઇ રહ્યા છે. આ દરમ્યાન સુરતના બારડોલીમાં અને મહુવા પંથકમાં વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમજ વરસાદ પડતાં ડાંગર અને શાકભાજીના પાકને જીવતદાન મળ્યું છે.

સુરતના મહુવા તાલુકાના કરચેલીયા,વલવાળા, અનાવલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જયારે આ ઉપરાંત બારડોલી તેમજ આસપાસના પંથકમાં વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 18,19 અને 20 ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 18,19,20 ઓગસ્ટ નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાંભારે વરસાદ પડી શકે છે. જેમાં તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની ઘટ છે. તેમજ પ્રથમ રાઉન્ડના ઓછા વરસાદ બાદ લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં બીજા રાઉન્ડનો વરસાદ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી છે પરંતુ વરસાદ ન પડતાં તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો : 4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ

આ પણ વાંચો : Putrada Ekadashi 2021 : નિ:સંતાન લોકો માટે શ્રેષ્ઠ છે આ વ્રત, જાણો વ્રતની તિથિ, મહત્વ, શુભ મુહૂર્ત અને કથા

Next Video