Surat : બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળે સુરતના ઉદ્યોગપતિઓને ફેશન વીકમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું

|

Mar 22, 2022 | 6:27 PM

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ શાહીદુલ્લાહ અઝીમે જણાવ્યું હતું કે, ભારતમાં ઘણી વખત આવ્યા છે પણ સુરતમાં પ્રથમ વખત આવવાનું થયું છે. ભારતમાં સુરત એમએમએફ ટેકસટાઇલનું હબ છે તે તેઓને આજે ખબર પડી છે.

Surat : બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળે સુરતના ઉદ્યોગપતિઓને  ફેશન વીકમાં  હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું
Bangaladesh Delegation Visit Surat Chamber Of Commerce

Follow us on

બાંગ્લાદેશ(Bangaladesh)  ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ શાહીદુલ્લાહ અઝીમની આગેવાની હેઠળ બાંગ્લાદેશનું એક પ્રતિનિધી મંડળ સાથે સુરતમાં(Surat)  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવ્યું હતું. ચેમ્બરે સુરતના ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ(Textile Industralist)  અને બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળ વચ્ચે વાર્તાલાપનું આયોજન કર્યું હતું.હાલમાં તેઓ ભારતમાંથી કોટન બેઇઝ્‌ડ કાપડની આયાત કરી રહયા છે. બાંગ્લાદેશ હાલ ભારતમાંથી વાર્ષિક 2.2 બિલિયન યુએસ ડોલરનું ટેકસટાઇલ આધારીત માલ–સામાન આયાત કરી રહયું છે, પરંતુ જે રીતે વૈશ્વિક સ્તરે એમએમએફ ટેકસટાઇલની માંગ વધી રહી છે તે જોતા બાંગ્લાદેશને ચોકકસપણે સુરત તરફ ધ્યાન કરવું પડશે. તેમણે કહયું કે, બાંગ્લાદેશમાં નવેમ્બર–2022 માં ફેશન વીક યોજાનાર છે. આ ફેશન વીકમાં બાંગ્લાદેશના મોટા ભાગના બાયર્સ ઉપસ્થિત રહેતા હોય છે. આથી તેમણે કાપડ બનાવતા સુરતના ઉદ્યોગપતિઓને તેઓની પ્રોડકટ આ ફેશન વીકમાં પ્રદર્શિત કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ સહિતના પ્રતિનિધી મંડળને આમંત્રણ આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતથી બાંગ્લાદેશ ખાતે કરવામાં આવતા કોમર્શિયલ એકસપોર્ટ ઉપર 80 ટકા ડયૂટી લાગે છે. આથી તેમણે બાંગ્લાદેશના પ્રતિનિધી મંડળને પ્રથમ તો આ ડયૂટી હટાવવા માટે તેઓની સરકારને રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહયું હતું કે, આગળ પણ ઓનલાઇનના માધ્યમથી સતત જારી રાખીશું અને બાંગ્લાદેશ તથા ભારતના બાયર્સ અને સેલર વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશન સેતુની ભૂમિકા ભજવશે. સાથે જ તેમણે ચેમ્બર દ્વારા યોજાનારા વિવનીટ એકઝીબીશન અને યાર્ન એકસ્પોમાં બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેકચરર્સ સહિતના પ્રતિનિધી મંડળને આમંત્રણ આપ્યું હતું.

સુરતની કેપેસિટી જોઇ હવે તેઓ સુરતથી જ કાપડ મંગાવશે તેવી બાંયધરી તેમણે આપી હતી

બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ શાહીદુલ્લાહ અઝીમે જણાવ્યું હતું કે, ભારતમાં ઘણી વખત આવ્યા છે પણ સુરતમાં પ્રથમ વખત આવવાનું થયું છે. ભારતમાં સુરત એમએમએફ ટેકસટાઇલનું હબ છે તે તેઓને આજે ખબર પડી છે. અત્યાર સુધી તેઓ ભારતમાંથી કાપડ અનુક્રમે મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અને તિરુપુરથી આયાત કરતા હતા. પરંતુ સુરતની કેપેસિટી જોઇ હવે તેઓ સુરતથી જ કાપડ મંગાવશે તેવી બાંયધરી તેમણે આપી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બાંગ્લાદેશ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એકસપોર્ટર

બાંગ્લાદેશ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ગારમેન્ટ એકસપોર્ટર છે. વાર્ષિક 40 બિલિયન યુએસ ડોલર જેટલું એકસપોર્ટ કરે છે. તેઓની સરકાર દ્વારા વર્ષ 2024 સુધીમાં ગારમેન્ટ એન્ડ એપેરલ એકસપોર્ટનો ટાર્ગેટ 80 બિલિયન યુએસ ડોલરનો રાખવામાં આવ્યો છે અને તેઓને વિશ્વાસ છે કે તેઓ સરળતાથી તેને હાંસલ કરી લેશે. કારણ કે, તેઓના ગારમેન્ટ એન્ડ એપેરલનો વિકાસ દર વાર્ષિક 40 ટકા જેટલો છે.બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોસીએશનની ટ્રેડ ફેર કમિટીના ચેરમેન મોહંમદ કમાલુદ્દીને પણ સુરતના ઉદ્યોગપતિઓને જરૂરી માહિતી પુરી પાડી હતી.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં મે મહિના સુધી પીવાના પાણીની કોઇ ચિંતા નહિ, ગોંડલની સ્થિતિ કટોકટી ભરીઃ કલેક્ટર

આ પણ વાંચો : ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્‍યાઓ ખાલી

Published On - 6:12 pm, Tue, 22 March 22

Next Article