ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતની (Gujarat) મુલાકાતે આવનારા નેતાઓની સંખ્યા પણ હવે વધી રહી છે. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે રાત્રે ફરી એકવાર દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ભંગ કર્યા બાદ દસથી બાર દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે. બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ ભરૂચ જિલ્લામાં તેની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તણાવમાં છે. સૂત્રોએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે વધુ સમય ન મળે તે માટે ભારતીય જનતા પાર્ટી આગામી 10થી 12 દિવસમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
પંજાબના પટિયાલામાં થયેલી હિંસામાં કોઈને બક્ષવામાં આવશે નહીં. સરકારે હિંસા રોકવા માટે પગલાં લીધાં છે. હાલ સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં છે. પરિસ્થિતિ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંસા ફેલાવવામાં જે પણ સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બોલાવેલી ગુજરાતના નેતાઓ સાથેની બેઠક પર સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલે ટ્વીટ કર્યું કે ભાજપ આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહી છે? શું તમે ખૂબ ડરી ગયા છો?
આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચ્યા હતા. આ પહેલા તેઓ સુરતના સર્કિટ હાઉસમાં રોકાવાના હતા, પરંતુ તેમના રાત્રિ રોકાણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુરતમાં નાઈટ મેરેથોનને કારણે સુરક્ષાના કારણોસર સર્કિટ હાઉસ ખસેડવામાં આવ્યું છે અને તેઓએ ખાનગી હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. બાદમાં તેઓ ભરૂચ કાર્યક્રમ સ્થળે જવા રવાના થયા છે.