Surat: અસામાજિક તત્વોએ નજીવી બાબતે બે લોકોને જાહેરમાં છરીના ધા ઝીંકી દીધા, જુઓ Video

સુરતમાં અસામાજિક તત્વો દ્વારા સાળા બનાવીને જાહેરમાં નજીવી બાબતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.સુરતના સચિન વિસ્તારમાં બાઈકને ટક્કર લાગવા મુદે ત્રણ અસામાજિક તત્વોએ સાળા બનેવીને છરીના ઘા અને જાહેરમાં ઢોર માર માર્યો હતો. મારામારીની આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

Surat: અસામાજિક તત્વોએ નજીવી બાબતે બે લોકોને જાહેરમાં છરીના ધા ઝીંકી દીધા, જુઓ Video
Surat Attack
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:55 PM

સુરતમાં અસામાજિક તત્વો દ્વારા સાળા બનાવીને જાહેરમાં નજીવી બાબતે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.સુરતના સચિન વિસ્તારમાં બાઈકને ટક્કર લાગવા મુદે ત્રણ અસામાજિક તત્વોએ સાળા બનેવીને છરીના ઘા અને જાહેરમાં ઢોર માર માર્યો હતો. મારામારીની આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.સાળા બનેવી ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટના અંગે સચિન પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે આ મામલે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે.

બાઈક પર ત્રણ ઈસમો તેઓને ઓવરટેક કરવા જતા ટક્કર લાગી હતી

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે વધતો રહ્યો છે. નજીવી બાબતે અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો વડે લોકો પર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે. આવી જ ફરી વધુ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતા રોનક મહેન્દ્રભાઈ પટેલ કાપડના વેપારી છે. તેઓની સાથે કારખાનામાં તેઓનો સાળો દીપ પટેલ સુપર વાઈઝર તરીકે કામ કરે છે. ગતરોજ બપોરના સાડા ચાર વાગ્યાના સમયે સાળા બનેવી કારખાના માંથી ઘરે પોતાની મોપેડ પર આવી રહ્યા હતા.

 

ત્રણેય ઈસમો સાળા બનેવીને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા

આ દરમ્યાન ગુજરાત હાઉસિંગ બોર્ડ ગ્લોરીના વેલી પાસે બાઈક પર ત્રણ ઈસમો તેઓને ઓવરટેક કરવા જતા ટક્કર લાગી હતી. જેમાં ઉશ્કેરાયેલા ત્રણેય ઈસમો સાળા બનેવીને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા.

ગાડીની નજીકની ટક્કર લાગતા ઉસકે રહેલા અસામાજિક તત્વોએ શાળા બનેવી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. તેઓને ગાળાગાળી કરી અપશબ્દ બોલવામાં આવી રહ્યા હતા. જેથી તેમને ગાળો આપવાની ના કહેતા રાકેશ વાઘ નામના ઇસમેં તેની પાસે રહેલી છરાની લોખંડની મૂઠ માથામાં મારી દીધી હતી.જયારે રાકેશ વાઘ સાથે રહેલા અન્ય બે ઇસમોએ તેઓના સાળા દીપને પકડી છરી ઘા માથામાં તેમજ પીઠના ભાગે ઉપરા છાપરી માર્યા હતા. જેને લઇ તે ઢળી પડ્યો હતો.

તેની બાદમાં ત્રણેય ઈસમો ફરાર થઇ ગયા હતા. ત્રણેવ અસામાજિક તત્વોએ મોટરસાયકલની સામાન્ય ટક્કરમાં જાહેર રોડ પર ઉગ્ર ઝઘડો કરીને જીવલેણ હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. જેમાં વેપારી રોનક પટેલ અને સાળા દીપને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેને લઇ આ ઘટનામાં ઈજાગ્રસ્ત સાળા બનેવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કાપડ વેપારી રોનક પટેલ દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

સચિનમાં આ સામાજિક તત્વો દ્વારા શાળા બનેવી પર અને જેવી બાબતે કરવામાં આવેલ મારામારી અને હુમલાની ઘટના એ મોબાઇલમાં કેદ કરી હતી. ત્યારે તેમને જાહેરમાં કરેલી મારામારીની આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો જાહેર રોડ પર છરી જેવા શિક્ષણ હથિયારના ઘા લઈને શાળા બનેવી પર હુમલો કરતો નજરે પડ્યા હતા. ત્યારે ઘટનાને પગલે ભોગ બનનાર કાપડ વેપારી રોનક પટેલ દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

વેપારીની ફરિયાદને આધારે સચિન પોલીસે જાહેરમાં શિક્ષણ હથિયાર વડે હુમલો કરનાર અને મારામારી કરી ધમાલ કરનાર ત્રણ અસામાજિક ઇસમો સામે ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gujarati Video: દ્વારકામાં ભૂરાયાં થયેલા આખલાના આતંકથી માલમત્તાને ભારે નુકસાન, જુઓ વાયરલ Video

Published On - 7:54 pm, Fri, 24 March 23