Surat: સુરતના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, વિકાસશીલ ભારત વિષય ઉપર 250થી વધુ વકતાઓ સ્પીચ આપશે

|

Apr 05, 2022 | 8:33 PM

વિકાસશીલ ભારત વિષય પર 250 વક્તાઓએ સતત 24 કલાક સ્પીચ આપશે. તેઓ વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે. આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવશે.

Surat: સુરતના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે, વિકાસશીલ ભારત વિષય ઉપર 250થી વધુ વકતાઓ સ્પીચ આપશે
Another world record to be set in the name of Surat (File Image )

Follow us on

સુરતની(Surat ) એક એનજીઓ દ્વારા આગામી તારીખ 9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ (Guinness Book of Record ) બનાવવામાં આવશે. વિકાસશીલ ભારત(India ) વિષય પર 250 વક્તાઓએ સતત 24 કલાક સ્પીચ આપશે. તેઓ વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે. આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવશે. આયોજક પિયુષ વ્યાસે જણાવ્યું કે ભૂતકાળમાં 2018 માં જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે તેમણે નવો રેકોર્ડ લોકોને સાથે રાખીને કરવાની પ્રેરણા આપી હતી. બાદમાં નવો આઈડીયા આવ્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે અમે નવો રેકોર્ડ બનાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાટાઘાટો શરૂ કરી હતી.

ગીનીસ બુક મોસ્ટ પીપલ ઇન લેવામાં આવ્યું હતું. સંસ્થાએ વીડિયો બાઈટ લીધી હતી. નિર્ણાયક લોકોની મોક ટેસ્ટ લીધી હતી. 35 થી વધુ લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. વિકાસશીલ ભારતના મુદ્દાની શોધ કરવા પોલીટીકલ બોડી, ગેઝેટડ ઓફિસ, સરકારી વેબસાઈટનો સહારો લેવામાં આવ્યો હતો. વિકાસશીલ ભારત વિષય પર જુદા જુદા મુદ્દાઓ શોધવા અઘરુ કામ હતું.

આ કાર્યક્રમના અન્ય આયોજકે જણાવ્યું કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પાર્ટીસીપેટ શોધવા ખૂબ અઘરા હતા. સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરુ હતું. સામાન્ય રીતે લોકો એવું માને છે કે તેઓ બોલી શકે છે. પરંતુ જાહેરમાં બોલવું અને ચોક્કસ વિષય પર બોલવું ખૂબ અઘરું છે. રેકોર્ડમાં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી. વીડિયો કોલ, વિડીયો ફોન મારફતે અરજીને સ્કુટીનાઈઝ કરવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અનેક લોકોને ના પાડવામાં આવી હતી. જાહેરમાં કેવી રીતે બોલવું વિષય પર શું બોલવું , વિષયની પસંદગી , વિષયના ભાગ પાડવા , વિકાસશીલ ભારતના મુદ્દા કેવી રીતે શું કરવા , વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરેકનું પ્રેઝન્ટેશન આ 250 સ્પીકર પાસે અલગ અલગ મુદ્દાઓ હશે. ટાઈમ મેનેજમેન્ટ , ટીમ બિલ્ડીંગ , ઇવેન્ટ મેનેજમેન્ટ , રેકોર્ડમાં ખૂબ મહત્ત્વનું છે.

રેકોર્ડને ચોપડે લાવવા ગીનીસ બુક સાથે 100 ઇ – મેઇલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું . 9 અને 10 મી એપ્રિલે મોદીના વિકાસશીલ ભારત વિષય પર 24 કલાકમાં 250 થી વધુ વ્યક્તિઓ 250 થી વધુ વિષયો ઉપર નોન સ્ટોપ વક્તવ્યથી નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે.

આ પણ વાંચો :

Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article