Surat : કોરોનાના વધતા કેસો વચ્ચે આજથી શાળાઓ શરૂ, સુરતમાં 98 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ વેક્સિનના પહેલા-બીજા ડોઝથી વંચિત

|

Jun 13, 2022 | 9:32 AM

જોકે પ્રશ્ન એ થાય છે કે આજથી શાળાઓ(School ) શરૂ થઇ રહી છે. છતાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 12 થી 17 વર્ષના 98,623 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપ્યો નથી.

Surat : કોરોનાના વધતા કેસો વચ્ચે આજથી શાળાઓ શરૂ, સુરતમાં 98 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ વેક્સિનના પહેલા-બીજા ડોઝથી વંચિત
School Reopens (File Image )

Follow us on

છેલ્લા બે વર્ષથી નવું શૈક્ષણિક(Education ) વર્ષ શરૂ થવામાં વિલંબ થઇ રહ્યો હતો. પરંતુ, આ વર્ષે 2022-23 ના શૈક્ષણિક વર્ષમાં પહેલું સત્ર (First Term ) આજથી શરૂ થઇ રહ્યું છે. રાજ્યભરની(State )  સાથે સુરત શહેરમાં સોમવારથી પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થઇ રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે શાળા શરૂ થતાં પહેલા વાલીઓને તેમના મોબાઇલ પર શાળા તરફથી એવા સંદેશા પાઠવવામાં આવ્યા છે કે જો તેમના બાળકમાં શરદી, ખાંસી, તાવ, ઉધરસ જેવી બિમારી હોય તો તેને શાળાએ કોઇપણ સંજોગોમાં મોકલવા નહીં. શાળાઓને પણ સ્થાનિ તંત્રવાહકો દ્વારા સ્ક્રીનીંગ કરવાનું કહેવામાં આવ્યું છે.

રવિવારે ઉનાળુ વેકેશનના અંતિમ દિવસે સુરત શહેર જિલ્લાની તમામ સ્કુલોમાં સાફસફાઇ તેમજ સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શાળાઓને શાળા શરૂ કરતા પહેલા ખાસ કરીને વોટર સ્ટોરેજ, પાણીની ટાંકીઓની યોગ્ય રીતે સફાઇ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેટલા વિદ્યાર્થીઓ વેક્સિનથી વંચિત ?

જોકે પ્રશ્ન એ થાય છે કે આજથી શાળાઓ શરૂ થઇ રહી છે. છતાં સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 12 થી 17 વર્ષના 98,623 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપ્યો નથી. આંકડા પ્રમાણે જોઈએ તો 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓમાંથી 41,519 જેટલા વિદ્યાર્થીઓએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, જયારે 15 થી 17 વર્ષની ઉંમર ધરાવતા 29,285 જેટલા વિદ્યાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. જોકે 18 વર્ષના યુવાનોમાં રસી માટે સૌથી વધારે જાગૃતિ જોવા મળી રહી છે.

આમ, એક તરફ શાળાઓ શરૂ થઇ રહી છે, તો બીજી તરફ રાજ્ય સહીત શહેરમાં પણ કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી છે. તેવામાં વાલીઓ પણ જાગૃત થઈને પોતાના સંતાનોને વેક્સીન અપાવે અને જો તેમનો બુસ્ટર ડોઝ બાકી હોય તો તે પણ ઝડપથી લઇ લે તેવી અપીલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે. જોકે આરોગ્ય વિભાગનું માનીએ તો હવે કોરોનાના કેસો સક્રિય થતા કોર્પોરેશન તરફથી પણ રેપિડ રિસ્પોન્સ ટિમ ફરી વખત એક્ટિવ કરી દેવામાં આવી છે. જે કોન્ટેક્ટ ટ્રેસીંગની સાથે વેક્સિનેશન પર ભાર મુકશે.

Next Article