Surat : મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા આદેશ

|

Feb 19, 2022 | 4:44 PM

આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે તો જ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત અગ્રેસર બની શકશે. આ સુચના બાદ પણ અધિકારીઓ ફિલ્ડમાં છે કે નહીં તે જોવા માટે તેઓ સરપ્રાઇઝ ચેકીંગ કરશે.

Surat : મનપાના ફિલ્ડના તમામ અધિકારીઓને સવારે ઓફિસમાં નહીં પણ ફિલ્ડમાં જ રહેવા આદેશ
Surat Municipal Building (File Image )

Follow us on

આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં માત્ર આરોગ્ય(Health ) વિભાગ જ નહીં પરંતુ ટેકનીકલ સ્ટાફને પણ કામગીરી કરવા માટે મહાનગરપાલિકાના કમિશ્નરે(Municipal Commissioner ) સીધી સુચના આપી છે. અધિકારીઓ સાથેની બેઠકમાં મનપા કમિશ્નરે કડક સુચના આપતાં કહ્યુ હતું કે ટેકનીકલ વિભાગના અને ફિલ્ડના(Field ) જે અધિકારીઓ છે તેઓએ સવારે 9 થી 1 ફિલ્ડમાં જ રહેવું પડશે અને સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી પણ કરવી પડશે.

આ સુચનાનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં તે માટે સરપ્રાઇઝ ચેકીંગ કરવા માટેની ચીમકી પણ આપી છે. સુરત મનપાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજો નંબર આવ્યો છે પરંતુ તેનાથી પાલિકા કમિશ્નરને સંતોષ નથી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાની કામગીરી વધુ સારી રહે તે માટે તમામ અધિકારીઓને સુચના આપી હતી.

અધિકારીઓ સાથેની એક બેઠકમાં મનપા કમિશ્નરે અધિકારીઓને સુચના આપી દીધી છે કે કોરોના હવે કંટ્રોલમાં આવી ગયો છે તેથી કોરોનાની કામગીરી હળવી કરીને હવે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી આક્રમક રીતે કરવી પડશે. તેઓએ અધિકારીને કડક શબ્દોમાં સુચના આપતાં કહ્યું હતું, સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીની જવાબદારી માત્ર આરોગ્ય વિભાગની નથી તમામ અધિકારીઓ અને વિભાગોની છે. તેથી હવે ઓરોગ્ય વિભાગ સાથે ટેકનીકલ વિભાગના રોડ, પાણી તથા ડ્રેનેજ તતા અન્ય વિભાગના કર્મચારીઓ જેની જવાબદારી ફિલ્ડની છે તેઓએ સવારે 9 થી 1 વાગ્યા સુધી ફરજ્યાત ફિલ્ડમાં કામગીરી કરવાની રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ મળી કામગીરી કરવામા આવશે તો જ સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત અગ્રેસર બની શકશે. આ સુચના બાદ પણ અધિકારીઓ ફિલ્ડમાં છે કે નહીં તે જોવા માટે તેઓ સરપ્રાઇઝ ચેકીંગ કરશે. જો ફિલ્ડની જવાબદારી છે તેવા અધિકારી કર્મચારીઓ ફિલ્ડમાં હશે નહીં તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.

આમ, હવે સ્વચ્છતા સર્વેક્ષણ માટે મહાનગરપાલિકાના અધિકારીઓને રાઉન્ડ ઘી ક્લોક કામગીરી કરવા અને સતત ફિલ્ડમાં રહીને શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લાવવા મહેનત કરવા સૂચના આપી દેવામાં આવી છે. જોવાનું રહેશે કે સુરત કોર્પોરેશન આ આદેશને કેટલો અપનાવે છે. અને તેનો ફાયદો સુરતને કેટલો થાય છે તે પણ જોવાનું રહેશે.

આ પણ વાંચો :

Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

સુરત પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે ટ્રેનિંગ કેમ્પનું આયોજન

Next Article