Surat : શહેર બાદ હવે જિલ્લામાં સપાટો, અનિયમિતતા અને ફરજમાં બેદરકારી બદલ 83 GRD જવાનોને છુટા કરાયા

|

Aug 25, 2022 | 9:50 AM

સુરત (Surat ) જિલ્લાના બાર જેટલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત જી આર ડી ગામ રક્ષક દળના 83 જેટલા જવાનોને તાત્કાલિક પર જ પરથી છુટા કરી દેવાનો આદેશ આપ્યો હતો.

Surat : શહેર બાદ હવે જિલ્લામાં સપાટો, અનિયમિતતા અને ફરજમાં બેદરકારી બદલ 83 GRD જવાનોને છુટા કરાયા
83 GRD jawans have been dismissed for irregularity and negligence in duty(File Image )

Follow us on

દક્ષિણ (South Gujarat ) ગુજરાતના તાપી નવસારી (Navsari ) ડાંગ વલસાડ સુરત જિલ્લામાં (District ) પોલીસ જવાન તેમજ ગામ રક્ષક દળના કર્મચારીઓ ઘણા સમયથી ગેરહાજર રહેતા હોય તેમ જ લોકો સાથે અસભ્યતાથી વર્તન કરતા હોય થતા ગુનાહિત પ્રવૃત્તિમાં ચડાવેલા હોય એવા લોકો પર કાર્યવાહી કરવાનો દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પડીયાને આદેશ આપ્યો હતો. જેના આધારે સુરત જિલ્લાના પોલીસ વડા હિતેશ જોયસર એ અલગ અલગ પોલીસ સ્ટેશનના 83 જેટલા જીઆરડી ગામ રક્ષક દળના જવાનને ફરજ પરથી છૂટા કરી દીધા દેવાતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન તેમજ જી.આર.ડી ગામ રક્ષક દળના જવાનો અનિયમિત તેમજ ફરજ પર ગેરહાજર રહેવું અને લોકો સાથે અસભ્ય વર્તન કરવું એવી ગંભીર ફરિયાદો દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડિયનને મળી હતી.

આ સંદર્ભે તેમને પોતાના નવસારી, તાપી, વલસાડ , ડાંગ અને સુરત જિલ્લાના એસ પી ઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન આ ગંભીર બાબતોની ચર્ચા વિચારણા થઈ હતી અને આવા કોઈ પોલીસ જવાન કે જી આર ડી ફરજ પર ગેરહાજર કેમ અનિયમિતતા હોય અથવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેઓના પર કાયદેસરની કાર્યવાહી કરી છુટા કરવાનો આદેશ આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જેના પગલે સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસર પણ ખાતાકીય તપાસ આદરી હતી જેમાં તેમને ઘણી બધી તેમના તાબા હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી જવાનોની અનિયમિતતા અને ગેરહાજર તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સળવાયેલા હોવાના માહિતી મેળવી હતી.

જેના આધારે મંગળવારે સાંજે એસપી હિતેશ જોયસર દ્વારા કડક પગલાં ભરવાનો નિર્ણય સાથે સુરત જિલ્લાના બાર જેટલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત જી આર ડી ગામ રક્ષક દળના 83 જેટલા જવાનોને તાત્કાલિક પર જ પરથી છુટા કરી દેવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા સપોર્ટ બોલાવ્યા સુરત જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આમ  દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પંડિયન દ્વારા પાંચ જિલ્લામાં એસપીને પોલીસ જવાન અને જી આર ડી જવાન ગેરહાજર અનિયમિતતા રહેતા હોવાના તપાસ કરવાના આદેશ બાદ સુરત જિલ્લા એસ.પીએ સપાટો બોલાવ્યો છે.

Next Article