ધી કાશ્મીર ફાઇલ્સ(Kashmir Files) ફિલ્મ દરરોજ એક નવા રેકોર્ડ બનાવી રહી છે. શરૂઆતમાં આ ફિલ્મને એટલી થિયેટર સ્ક્રીન પણ નહોતી મળી. પરંતુ ફિલ્મની વધેલી લોકપ્રિયતા બાદ લોકોએ જાતે જ આ ફિલ્મનું પ્રમોશન કર્યું હોય તે રીતે આ ફિલ્મ જોવા માટે લોકોએ પડાપડી કરી છે. અને ફિલ્મે તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. ત્યારે સુરતના(Surat)એક માર્કેટ વેપારીએ આ ફિલ્મની લોકપ્રિયતાને સાડી (Saree ) પર બતાવી છે. સુરતના અભિનંદન માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા વિનોદ સુરાના નામના વેપારીએ આ પહેલા મોદી ની સાડી પણ બનાવી હતી. જોકે હવે ફિલ્મની લોકપ્રિયતાને જોતા તેમણે કાશ્મીર ફાઈલ પર એક ખાસ સાડી તૈયાર કરી છે. હાલ તેમણે ફક્ત સેમ્પલિંગ માટે આ સાડી તૈયાર કરી છે. જોકે હવે તેઓ આ સાડીને માર્કેટમાં મૂકવાનો વિચાર કરી રહ્યા છે.એ વસ્તુ નક્કી છે કે જે રીતે ફિલ્મની લોકપ્રિયતા જોવા મળી રહી છે તે જોતા આ સાડીને પણ તેટલી જ લોકચાહના મળશે તેવું આ વેપારીનું માનવું છે.
બિઝનેસમાં લોકપ્રિયતાનો લાભ લેવાનો એક સિદ્ધાંત છે અને આ સંદર્ભમાં એશિયાના સૌથી મોટા સુરત ટેક્સટાઈલ માર્કેટનો કોઈ મેળ નથી. જ્યારે પણ તક મળે છે, ત્યારે જ અહીંના કાપડના વેપારીઓ પોતાની હોમ પ્રોડક્ટ સાડી અને તેના પર તેની પ્રિન્ટ બનાવવાનું ચૂકતા નથી.મોટા ભાગના વેપારીઓ કોઈ લોકપ્રિય કરન્ટ વિષય કે ફિલ્મની ખાસ પ્રિન્ટ તૈયાર કરીને બજારમાં લાવવા માટે ધંધાના ગણિતનો ઉપયોગ કરતા નથી, પરંતુ તેમની અભિવ્યક્તિની ભાવના, પેઢીની થોડી ધંધાકીય સૂઝનો ઉપયોગ કરે છે.
આ જ કારણ છે કે અહીં સાડી પર 1996 વર્લ્ડ કપ, કોરોના,નોટબંધી, મોદી, યોગી, પુષ્પા, સર્જીકલ સ્ટ્રાઈક વગેરે પ્રિન્ટની સાડીઓ માર્કેટમાં આવી છે. અને ઘણી લોકપ્રિય પણ થઈ છે.
આ પણ વાંચો : Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી
આ પણ વાંચો : Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય
Published On - 7:39 pm, Tue, 29 March 22