Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્રનો નિર્ણય, ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે

|

Apr 21, 2023 | 5:34 PM

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની અને પાણી પીળાશ પડતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યુ છે કે પાણી પીવાલાયક છે. તેમા બીજી કોઈ તકલીફ નથી.

Surat: પાણીના પ્રશ્નોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ તંત્રનો નિર્ણય, ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડાશે

Follow us on

સુરતમાં પીવાના પાણીમાં દુર્ગંધ તથા પીળાશ પડતું હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને લઈને તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે રાજ્ય સરકારમાં પત્ર લખ્યો હતો. તેને લઈને એક હજાર ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, જે પાણી સુરત શહેરીજનોને સપ્લાય કરવામાં આવે છે, તે પાણી પીવા લાયક છે તેમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

સુરતના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સ્મસ્યા

સુરતમાં ઉનાળાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. થોડા દિવસો અગાઉ વરાછા, કતારગામ, ઉધના અને પછી રાંદેરા ઝોનમાંથી પીવાના પાણીને લઈને ફરિયાદ ઉઠી હતી. પાણીમાં દુર્ગંધ તેમજ પીળાશ પડતું પાણી આવતું હોવાનું રહીશોની ફરિયાદ હતી. જેના પગલે મેયરે હાઈડ્રોલિક વિભાગ સાથે બેઠક કરી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પણ હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે પાણીની સમસ્યા બાબતે બેઠક કરી હતી.

હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ જણાવ્યું હતું કે, છેલ્લા સાત-આઠ દિવસથી પાણીના પ્રશ્નો માટે શહેરીજનો ચિંતિત હતા. હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓને સ્થાયી સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જે પાણી સુરત શહેરના લોકોને આપવામાં આવે છે તેની ક્વોલિટી બરાબર છે. જે પાણીની સપ્લાય કરવામાં આવે છે. તે પાણી પીવાલાયક છે. આ ઉપરાંત શહેરમાં કોઈ જગ્યાએ અન્ય પાણીની લાઈનો ભળી જવાને કારણે પાણીનો કલરમાં ફેરફાર આવ્યો હશે.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં યોજાયેલી સાડી વૉકેથોનની PM મોદીએ કરી પ્રશંસા- કહ્યુ ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

ઉકાઈ ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

પાણીનું લેવલ નીચું જવાને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. જેથી 18 એપ્રિલના રોજ રાજ્ય સરકારને વિંનતી કરી, ઉકાઈ ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 48 કલાક પછી તેની અસર જોવા મળી હતી. 20 એપ્રિલના રોજ 750 ક્યુસેક તથા 21મી તારીખે એક હજાર ક્યુસેક પાણી છોડવા માટેની મંજુરી મળી હતી. પાણીનું સ્તર ઉપર આવવાની સાથે દૂષિત પાણીના પ્રશ્નનો હલ થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article