
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે.જે પૈકી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70 થી 100 ટકા સુધી દાજી જતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
સુરતના સચિન જીઆઇડીસી ખાતે કેમિકલનું કામ કરતી એથર ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 27 જેટલા કામદારો આગની ઝપેટમાં આવી ગયા હતા. મોડી રાત્રે સચિન જીઆઇડીસીનો વિસ્તાર શાયરોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં ભોગ બનનાર કામદારોને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. શહેરની સંજીવની, સુરત સુપર સ્પેશિયાલિસ્ટ, એપલ હોસ્પિટલ અને મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.
કંપનીમાં લાગેલી ભીષણ આગની આ દુર્ઘટનામાં 27 જેટલા કર્મચારીઓ આગની જપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝ્યા હતા. આ 27 કામદારો પૈકી આઠથી વધુ કામદારોની સ્થિતિ ખૂબ જ નાજુક જોવા મળી રહી છે. કામદારો 70 ટકા સુધી દાઝી ગયા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ દર્દીઓમાંથી કેટલાક કામદારોની તો એવી હાલત છે કે તેમને જોતા તેઓ જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : સુરત : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાની ત્રણ સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ શરૂ કરી
એથર કેમિકલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટની ઘટનાના કારણે આ દુર્ઘટના બની છે ત્યારે કંપનીના સુરક્ષા અને સલામતીના પ્રયાસો સામે પ્રશ્નાર્થ મુકાયો છે. કંપનીમાં કામ કરનાર કામદારો પૈકી જે સ્ટોરેજ ટેન્કની પાસે હતા કે જ્યાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી સાત જેટલા કામદારો લાપતા થયા હતા છે. વિસ્ફોટ ખુબ પ્રચંડ હતો. કલાકો બાદ આ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.