Surat : RTE હેઠળ સુરતમાં બીજા રાઉન્ડમાં 744 બાળકોને પ્રવેશ ફાળવણી, 23 મે સુધી એડમિશન લેવાનું રહેશે

|

May 19, 2022 | 12:51 PM

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (DEO) દ્વારા આરટીઈ હેઠળ આવતી અરજીઓ સાથેના પુરાવા સાચા છે કે ખોટા તેની તકેદારી ખાસ રાખવામાં આવી હતી.

Surat : RTE હેઠળ સુરતમાં બીજા રાઉન્ડમાં 744 બાળકોને પ્રવેશ ફાળવણી, 23 મે સુધી એડમિશન લેવાનું રહેશે
Right To Education (File Image )

Follow us on

આરટીઇ (RTE) હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડમાં સુરત (Surat )શહેરમાં 744 વિદ્યાર્થીઓને પ્રવેશ(Admission ) ફાળવણી કરવામાં આવી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ ધોરણ-૧માં ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 26,094 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં શહેરના 919 ખાનગી સ્કૂલોની ધોરણ-1ના વર્ગોથી 25 ટકા બેઠક અનુસાર 9 હજારથી વધુ બેઠકો ઉપર પ્રવેશ માટે કુલ 30,224 એપ્લિકેશન કરવામાં આવી હતી. જે પૈકી 26,094 એપ્લિકેશન મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 919 એપ્લિકેશન રિજેક્ટ અને 3,211 એપ્લિકેશન કેન્સલ કરવામાં આવી હતી.

પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ઓનલાઈન સિસ્ટમ થકી પહેલા રાઉન્ડમાં સુરત શહેરમાં 8,737 બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા છે, જે પૈકી 7,013 બાળકોને ધો.1માં પ્રવેશ મેળવી લીધો છે. જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી કરવામાં આવી ન હતી. તે બાળકોને બીજા રાઉન્ડમાં શાળાની પુનઃ પસંદગીની તક આપવામાં આવી હતી. જેમાંથી 744 બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે. 23મી મે સુધી વાલીએ શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ લેવાનાં રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મળતી માહિતી પ્રમાણે આરટીઇ હેઠળ પ્રવેશ માટેના બીજા રાઉન્ડમાં રાજ્યમાં 6334 બાળકોને પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતી માધ્યમના 717, અંગ્રેજી માધ્યમના 4706, હિન્દી માધ્યમના 1184 અને અન્ય માધ્યમના 108 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરવામાં આવી છે. 1,11,967 બાળકોને શાળાની પુનઃ પસંદગી કરવાની તક આપવામાં આવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઈ અંતર્ગત મનપસંદ શાળામાં પ્રવેશ મેળવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બન્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. વાલીઓએ આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ ખોટી રીતે બનાવી ઓનલાઇન ફોર્મ ભર્યા હોવાની શાળા સંચાલકોની ફરિયાદને ડી.ઇ.ઓ. દ્વારા ચકાસણી કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

કેટલાક વાલીઓ તેમની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં આવકના દાખલ સહિતના પુરાવાઓ ખોટી રીતે ઉભા કરીને ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઈ હેઠળ આવતી અરજીઓ સાથેના પુરાવા સાચા છે કે ખોટા તેની તકેદારી ખાસ રાખવામાં આવી હતી. જેથી કોઈ ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવામાં અન્યાય ન થાય.

Next Article