Surat : હજીરાના કાંઠા વિસ્તારના ગામોમા વિકાસના કાર્યો કરવા કટિબદ્ધ બન્યું અદાણી ફાઉન્ડેશન

|

Jul 07, 2022 | 5:53 PM

અદાણી ફાઉન્ડેશનને ગ્રામ પંચાયત તરફથી મળેલી વિનંતીને આધારે હજીરા(Hajira) વિસ્તારના દામકા, સુવાલી અને ભટલાઇ ગામમાં નવા 03 તળાવ બનાવવાની કામગીરી ચોમાસા અગાઉ કરી હતી. એક તળાવની ક્ષમતા લગભગ 20 હજાર ઘન મીટર જેટલી છે.

Surat : હજીરાના કાંઠા વિસ્તારના ગામોમા વિકાસના કાર્યો કરવા કટિબદ્ધ બન્યું અદાણી ફાઉન્ડેશન
Surat Hazira Development Work By Adani Foundation

Follow us on

સુરતના(Surat)  હજીરા કાંઠે ઉદ્યોગોની સાથે સાથે ગ્રામજનો માટે પણ વિકાસના કામો(Development Work)  થતા રહે તે માટે ઘણી ઓછી સંસ્થાઓ કાર્યરત છે. જેમાંથી એક છે અદાણી ફાઉન્ડેશન(Adani Foundation) જેના દ્વારા હજીરા કાંઠા વિસ્તારના અને ગામોમાં આરોગ્ય, શિક્ષણ, તાલીમ અને માળખાગત સુવિધાના વિકાસને લગતી અનેક પ્રવૃતિ કરવામાં આવી છે. હજીરાના કાંઠા વિસ્તાર મોરા, ભટલાઇ, દામકા, સુવાલી ગામમાંથી આવેલી વિવિધ કામગીરી માટે વિનંતી આવતી હોય છે. જેની કામગીરી તાજેતરમાં જ પૂર્ણ થઇ છે.સુરતના ચોર્યાસી તાલુકામાં મહત્તમ ગામો દરિયાકાંઠે આવેલા છે. જેથી ભૂગર્ભ જળ ખારું હોવાથી સિંચાઇ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. મોટાભાગના વિસ્તારોમાં સિંચાઇ માટે તાજા પાણીની પહોંચ ખૂબ પેચીદો છે. વરસાદી પાણીને સાચવવુ અને ચોમાસા પછી સિંચાઇ માટે તેનો ઉપયોગ કરવો એ આવા વિસ્તારો માટે એક ઉપાય છે.

હજીરા વિસ્તારના દામકા, સુવાલી અને ભટલાઇ ગામમાં નવા 03 તળાવ બનાવવાની કામગીરી

સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તળાવ ઉડા કરવાનું પણ આયોજન કરી રહી છે. ત્યારે અદાણી ફાઉન્ડેશનને ગ્રામ પંચાયત તરફથી મળેલી વિનંતીને આધારે હજીરા વિસ્તારના દામકા, સુવાલી અને ભટલાઇ ગામમાં નવા 03 તળાવ બનાવવાની કામગીરી ચોમાસા અગાઉ કરી હતી. એક તળાવની ક્ષમતા લગભગ 20 હજાર ઘન મીટર જેટલી છે. જેનો ઘરેલું, સિંચાઇ હેતુ અને પશુઓ માટે ઉપયોગ કરી શકશે. આ પાણી આ વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે. ઉપરાંત ભૂગર્ભ જળને રિચાર્જ કરશે અને તેની ગુણવત્તામાં પણ સુધારો કરશે.

ડિવાઇડરને વ્યવસ્થિત કરીને એની ઉપર નવી ફેનસિંગ કરી આપવાની રજૂઆત

હજીરાના કાંઠા વિસ્તારમાં મોરા ગામ અને એની મધ્યમાં આવેલું બજાર મહત્વનું છે. મોરા ગામના મુખ્ય રસ્તાની બંને બાજુ દુકાનો છે અને ફેરિયાઓ ફળ-શાકભાજી વેચવા માટે બેસે છે. અહીં રસ્તાને જુદું પાડતું જે ડિવાઇડર હતું તે ખુલ્લું હતું. એની ઉપર કોઇ ફેનસિંગ ન હતી. જેથી ફેરિયાઓ આ ન ડિવાઇડરની વચ્ચે કચરો નાખી જતાં તેથી રખડતા પશુઓ આવી ચઢતા હતા. તેમજ લોકો પણ રસ્તો ક્રોસ કરવા માટે આ ડિવાઇડર ઓળંગીને જતાં. અનેક વખત અહીં નાના-મોટા અકસ્માતો, ટ્રાફિક જામ જેવી અનેક સમસ્યાઓ હતી. આ બધા કારણોસર મોરા ગામના સરપંચે એક વિનંતી અનુસાર મુખ્ય માર્ગ ઉપર આવેલા રોડ ડિવાઇડરને વ્યવસ્થિત કરીને એની ઉપર નવી ફેનસિંગ કરી આપવાની રજૂઆત કરી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તેથી મોરા ગામના મુખ્ય માર્ગ ઉપરના ડિવાઇડરની ઉપર નવી અને મજબૂત ફેનસિંગ બનાવી વૃક્ષારોપણ કરી પર્યાવરણને ઉપયોગી થઇ સુશોભનનું પણ કાર્ય કરવામાં આવ્યું છે. નવા ડિવાઇડર સુંદર થયાની સાથે મુખ્ય માર્ગ ૫૨ અકસ્માતના જોખમમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે.

 

Published On - 5:44 pm, Thu, 7 July 22

Next Article