Surat: સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કેસમાં 8 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી

|

Apr 02, 2023 | 9:43 AM

Surat: સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનારા 8 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયલા બે ગુનામાં કુલ 15 આરોપીઓ પૈકી 8 આરોપીને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આન્યા છે.

Surat: સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરવાના કેસમાં 8 આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી

Follow us on

સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર 8 આરોપી પાસામાં રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 8 આરોપીઓ સામે પાસાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સરકારી અનાજ સગેવગે કરવાના આરોપમાં 8 આરોપી સામે પાસા

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.13.87 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનું બતાવ્યું હતું. આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલિવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા ડોર સ્ટેપ ડિલિવરી (DSD) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી.

આ પણ વાંચો: Breaking News : સુરત એસઓજીએ 500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું, અંદાજિત 50 લાખની કિંમત, જુઓ Video

તે બંને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજ્ય સરકાર દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બેથી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતા. તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણોમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે.

આ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી

  • શામલાલ બક્તા રામ- મહેસાણા જેલ
  • દિનેશ બંતીલાલ ખટીક – મહેસાણા જેલ
  • અરવિંદ ઉત્તમ રાજપુત – જામનગર જિલ્લા જેલ
  • રાકેશ પાર્શ્વનાથ ઠાકોર – મધ્યસ્થ જેલ અમદાવાદ
  • બિલકેશ દિનેશ ખટીક – જિલ્લા જેલ નડિયાદ
  • ભેરૂલાલ સોહનલાલ ખટીક – પાલનપુર જેલ
  • શંકર સોહનલાલ પાલરા – ભુજ જેલ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article