જાહેર સ્થળોએ સુરક્ષા વિના મોબાઈલ વીડિયો બનાવવાનો શોખ યુવાનો માટે મોતનું કારણ બન્યો હતો. સચિન રેલવે સ્ટેશનના ટ્રેક ઉપર વીડિયો બનાવવા જતા યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ યુવક અને તેનો ભાઈ ત્રણ દિવસ પહેલા નેપાળથી સુરત રોજગારી માટે આવ્યા હતા. તેમજ રાત્રિના સમયે રેલવે સ્ટેશન પર રાતના સમયે ફરવા ગયા હતા. તે દરમિયાન આ કરૂણ ઘટના બની હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ સુનાર હોવાનું સામે આવ્યું છે. પ્રકાશ મંગલ સુનાર 19 વર્ષનો હતો અને તે મૂળ નેપાળના ચિતવનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. મૃતક યુવક તેના ભાઈ સાથે રોજગારી માટે બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો અને તે સચિન વિસ્તારમાં વીડિયો બનાવવા જતા ટ્રેન અડફેટે આવી જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું, આ સમગ્ર મામલે સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલના સમયમાં યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે રીલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે, પરંતુ ક્યારેક રીલ્સ બનાવવા જતી વેળાએ સ્ટંટ કરવાના ચક્કરમાં લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે, જેમાં સચિન રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેક ઉપર વીડિયો બનાવવા જતા ટ્રેનની અડફેટે યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
હાલના સમયમાં સોશિયલ મીડિયાનો જમાનો છે અને હાલના સમયમાં યુવાધનને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે શોર્ટ વીડિયો, રીલ્સ બનાવતા હોય છે અને આવા રીલ્સ બનાવતી વખતે જીવના જોખમે સ્ટંટ પણ કરતા હોય છે, પરંતુ ક્યારેક આ સ્ટંટ જીવલેણ સાબિત થાય છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી હતી.
મળતી માહિતી મુજબ સુરતના સચિન રેલવે સ્ટેશન નજીક ટ્રેક ઉપર એક યુવક વીડિયો બનાવવી રહ્યો હતો. વીડિયો બનાવવાના ચક્કરમાં તે એટલો મશગુલ થઈ ગયો હતો કે ટ્રેને અડફેટમાં લીધો હતો અને ગંભીર ઈજાઓ થતા તે મોતને ભેટ્યો હતો યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટના યુવાધન માટે લાલબતી સમાન ઘટના છે. હાલના સમયમાં યુવાધનને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને ફેમસ થવાની ઈચ્છા હોય છે જે માટે તેઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જે રીલ્સ બનાવતા હોય છે અને સ્ટંટ કરતા હોય છે ત્યારે આ ઘટના યુવાનો માટે લાલબતી સમાન સાબિત થઇ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…