Surat: દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરાયા, છેલ્લે વર્ષ 2016માં થઈ હતી ગણતરી

|

May 10, 2023 | 11:07 PM

કોરોના કાળને લઈને દીપડાની વસ્તી ગણતરી થઈ શકી ન હતી, ત્યારે હવે સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરાયા છે જ્યાં વન વિભાગના 310થી વધુ કર્મચારીઓ દીપડાની અવર જવર પર નજર રાખી રહ્યા છે.

Surat: દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરાયા, છેલ્લે વર્ષ 2016માં થઈ હતી ગણતરી

Follow us on

ગુજરાતમાં દીપડાની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે, પરંતુ કોરોનાકાળને લઈને દીપડાની વસ્તી ગણતરી થઈ શકી ન હતી, ત્યારે હવે સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરાયા છે જ્યાં વન વિભાગના 310થી વધુ કર્મચારીઓ દીપડાની અવર જવર પર નજર રાખી રહ્યા છે.

વર્ષ 2016માં છેલ્લી ગણતરી કરાઇ હતી

સુરત, નવસારી અને તાપી જિલ્લામાં દીપડા દેખાયા હોવાના સમાચારો સામે આવતા રહે છે. ગુજરાતમાં દર 5 વર્ષે દીપડાઓની વસ્તી ગણતરી થાય છે ત્યારે છેલ્લે વર્ષ 2016માં વસ્તી ગણતરી થઇ હતી. અને ત્યારબાદ કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને ગણતરી થઇ શકી ન હતી પરંતુ હવે સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ કરવામાં આવી છે. વર્ષ 2016માં જયારે દીપડાની વસ્તી ગણતરી થઇ હતી ત્યારે 40 દીપડાની સંખ્યા નોંધાઈ હતી ત્યારે ફરી એક વખત આ વર્ષે દીપડાની વસ્તી ગણતરી શરુ કરી દેવામાં આવી છે.

ડાયરેક્ટ અને બીજો ઈનડાયરેક્ટ એવિડન્સ થકી દીપડાની ગણતરી કરવામાં આવી

સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં માટે 131 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેના માટે 24 કલાક વન વિભાગના 310 જેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. દિપડાની વસ્તી ગણતરી અંગે સુરતના સામાજિક વનીકરણ વિભાગના આરએફએસ સચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, દીપડાની વસ્તી ગણતરી કરવા માટે બે પ્રકારે વન વિભાગના કર્મચારીઓ કામ કરતા હોય છે પ્રથમ ડાયરેક્ટ અને બીજો ઇનડાયરેક્ટ એવીડન્સ થકી દીપડાની ગણતરી કરવામાં આવી હોય છે. ડાયરેક્ટ એવિડન્સમાં દીપડા સમક્ષ નજર આવે છે અને રાત્રિ દરમિયાન કેમેરામાં તે કેદ જોવા મળે છે અને જો ઇનડાયરેક્ટ એવિડન્સ ની વાત કરવામાં આવે તો દીપડાના પગના નિશાન અને કરવામાં આવેલા શિકાર થકી તેમની ગણતરી થાય છે.

અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ

આ પણ વાંચો : સરથાણામાં 12 વર્ષની બાળકીને આપ્યો ડામ, 4 મહિલાએ બાળકીનું કર્યું અપહરણ, બે મહિલાની ધરપકડ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત જે લોકલ એનજીઓ છે તેઓ સાથે આ વસ્તી ગણતરીમાં જોડાયા છે, સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ 131 જેટલા પોઇન્ટ બનાવવામાં આવ્યા છે જ્યાં દીપડા ઉપર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. આ 131 પોઇન્ટ અંગે વાત કરવામાં આવે તો આ તે વિસ્તાર છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં દીપડાનો રેસક્યુ કરવામાં આવ્યું હોય અથવા તો દીપડાએ ત્યાં શિકાર કર્યું હોય. આ ઉપરાંત જે જગ્યાએ પાણી ઉપલબ્ધ હોય ત્યાં પણ આ પોઇન્ટ હોય છે. કારણ કે ત્યાં દીપડા વધારે જોવા મળે છે. દિપડા ની વસ્તી ગણતરી માટે કુલ 310 જેટલા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી 97 જેટલા લોકો એનજીઓ સાથે જોડાયેલા છે. આ સાથે અમે 25 જેટલા કેમેરા લગાવ્યા છે જે અત્યાર સુધી છે અને પિક્ચર કલર પણ આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article