Surat: સુરતની આ હોસ્પિટલમાં સર્જાયો નવો રેકોર્ડ, એક સાથે 23 બાળકોની ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બન્યું આનંદમયી
પરિવારમાં જ્યારે સંતાનનો જન્મ થાય ત્યારે તેની ખુશી જ અલગ હોય છે. પણ આજે સંતાનોનાં જન્મને સુરતમાં એક હોસ્પિટલ દ્વારા અનોખી રીતે વધાવી લેવામાં આવ્યો હતો. જેમાં એક સાથે પાંચ સાત નહિ પણ 23 નવજાત બાળકોના જન્મ થયા હતા.
Surat: પરિવારમાં જ્યારે સંતાનનો જન્મ (birth of a child) થાય ત્યારે તેની ખુશી જ અલગ હોય છે. પણ આજે સંતાનોનાં જન્મને સુરતમાં એક હોસ્પિટલ દ્વારા અનોખી રીતે વધાવી લેવામાં આવ્યો હતો. જેમાં એક સાથે પાંચ સાત નહિ પણ 23 નવજાત બાળકોના જન્મ થયા હતા. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં કિલકીલિયારીઓ ગુંજી ઉઠી હતી. આ હોસ્પિટલમાં એક જ દિવસમાં કુલ 23 ડિલિવરી થતા વાતાવરણ બાળકોની કિલકીલિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. તમને જણાવી દઈએ કે, ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 23 જેટલા બાળકોની ડિલિવરી થઈ છે.
આ 23 બાળકોમાં 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે. સુરતમાં આ હોસ્પિટલનો નવો રેકોર્ડ બન્યો છે. આ તબક્કે હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને અન્ય તબીબી તેમજ નર્સ સ્ટાફે આ અનોખી ઘડીને વધાવી લીધી હતી. હોસ્પિટલના સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલમાં ડિલિવરીનો ચાર્જ ફક્ત 1800 રૂપિયા છે. સિઝરીયન ડિલિવરીનો ચાર્જ 5 હજાર રૂપિયા લેવામાં આવે છે. જ્યારે બાળકીની ડિલિવરી મફતમાં કરાય છે.
એટલું જ નહીં આ હોસ્પિટલમાં જો એક કરતાં વધારે દીકરી જન્મે તો પરિવારને એક લાખ રૂપિયાના બોન્ડ પણ આપવામાં આવે છે. આ હોસ્પિટલ દ્વારા અત્યારસુધી 2 હજાર દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપવામાં આવ્યા છે. ખરા અર્થમાં તેમના દ્વારા બેટી બચાઓ યોજનાને સાર્થક કરવામાં આવી રહી છે.