Surat : હદ વિસ્તરણ બાદ 50 હજાર મિલકતોનો વધારો થયો, વેરા પેટે કોર્પોરેશનની આવક પણ વધશે

|

Aug 15, 2022 | 10:10 AM

ગત નાણાકીય વર્ષમાં 1650 કરોડની વેરા (Tax ) ડીમાંડ હતી. પરંતુ આ વર્ષે રિવિઝન આકારણીમાં 50 હજારથી વધુ મિલકત ઉમેરાઈ છે તેના કારણે આગામી વર્ષે પાલિકાનું મિલ્કત વેરાનું માંગણું 1700 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે.

Surat : હદ વિસ્તરણ બાદ 50 હજાર મિલકતોનો વધારો થયો, વેરા પેટે કોર્પોરેશનની આવક પણ વધશે
Surat Municipal Corporation (File Image )

Follow us on

સુરત (Surat )મહાનગરપાલિકાને વર્ષ 2006 સુધી સૌથી મોટી આવક(Income ) જકાતની હતી. પણ 2006 બાદ જકાત(Octroy ) બંધ કરી દેવામાં આવી હતી. અને જકાત એટલે કે ઓકટ્રોય નાબુદી બાદ સુરત મહાપાલિકાની મોટી આવક હવે મિલકત વેરામાંથી જ થાય છે. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની ડીમાંડ એટલે કે વેરા માંગ આગામી નાણાકીય વર્ષમાં 1700 કરોડને પણ પાર કરી જશે, એવું જણાઈ રહ્યું છે. હદ વિસ્તરણને પગલે શહેરમાં ૫૦ છે, જેને પગલે શહરમાં 50 હજાર મિલકતોનો વધારો થઇ શકે છે. આ માટે રીવાઈઝ આકારણીની કામગીરી વધુ સઘન બનાવવા માટે મનપા કમિશનરે તાકીદ કરી છે. મિલકતમાં રિવિઝન આકારણીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપવામાં આવી છે.

હદ વિસ્તરણ બાદ શહેરમાં 50 હાજર મિલકતોનો વધારો થયો

હાલ શહેરમાં મિલકત વેરાની આવક ઉપરાંત સરકારમાંથી મળતી વિવિધ ગ્રાન્ટની આવકના કારણે વિકાસના કામો થઈ રહ્યાં છે. સુરત માટે મિલકત વેરાની આવક ઘણી જ મહત્વની હોવાથી મિલકતની રિવિઝન આકારણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, આ વર્ષે રિવિઝન આકારણીમાં થોડી ઢીલ થઈ રહી હોવાની ફરિયાદ સાથે કમિશનરે વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. જોકે હદ વિસ્તરણ બાદ શહેરમાં 50 હજાર મિલકતોનો વધારો થતા મનપાની આવકમાં પણ 50 કરોડ જેટલો વધારો થવાની સંભાવના છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રિવાઇઝ આકારણીની કામગીરી ઝડપી કરવા મ્યુનિસિપલ કમિશનરની તાકીદ

કમિશનર બંછાનિધી પાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિવિઝન આકારણીની કામગીરી માં કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવાશે નહીં. જે ઝોનની રિવિઝન આકારણી બાકી છે, તે આકારણી વહેલી તકે પુરી કરવા માટે પણ કમિશનરે સુચના આપી છે. હાલમાં મનપામાં 1650 કરોડની મિલકત વેરાની ડિમાન્ડ સામે માંડ 1275 કરોડના જ બિલ ઈસ્યુ થયાં છે. ગત નાણાકીય વર્ષમાં 1650 કરોડની વેરા ડીમાંડ હતી. પરંતુ આ વર્ષે રિવિઝન આકારણીમાં 50 હજારથી વધુ મિલકત ઉમેરાઈ છે તેના કારણે આગામી વર્ષે પાલિકાનું મિલ્કત વેરાનું માંગણું 1700 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે. જોકે મનપા દ્વારા તમામ 1700 કરોડની વસુલાત શક્ય નથી તેમ છતાં મનપાની આવક માટેના આ લક્ષ્યાંક સામે જે પણ વસુલાત થાય એ પ્રજાકીય કામો માટે જરૂરી છે.

Next Article