Surat: ઓર્ડર આપી માલ લઈ સુરતના વ્યાપારી સાથે છેતરપિંડી કરનાર 4 આરોપી ઝડપાયા, જાણો સમગ્ર મામલો

|

Jun 29, 2022 | 6:30 PM

ખુરશીઓ ડાઇનિંગ ટેબલના વ્યાપારી પાસે ઓર્ડર આપી માલ કોસંબા ઓવરબ્રિજ પાસે મંગાવી પૈસા આપવાને બદલે ચાકુની અણીએ ડ્રાઈવરને ધમકાવી ચાર જણા કાર ઉપર ખુરશી બાંધી પલાયન થઈ ગયા હતા.

Surat: ઓર્ડર આપી માલ લઈ સુરતના વ્યાપારી સાથે છેતરપિંડી કરનાર 4 આરોપી ઝડપાયા, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી

Follow us on

Surat: ખુરશીઓ ડાઇનિંગ ટેબલના વ્યાપારી પાસે ઓર્ડર આપી માલ કોસંબા ઓવરબ્રિજ પાસે મંગાવી પૈસા આપવાને બદલે ચાકુની અણીએ ડ્રાઈવરને ધમકાવી ચાર જણા કાર ઉપર ખુરશી બાંધી પલાયન થઈ ગયા હતા. જે બાબતે કોસંબા પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યા બાદ ચારેય આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તારીખ 29મી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઘટનાની વિગત એવી છે કે, સુરતના ગોડાદરા રોડ ખાતે રેખા વિનોદ ગોપાલ કિશન મોબાઈલ ફોન ઉપર કીમ કડોદરા ખાતે રહેતા સિરાજ મુસા સિદાત નામના વ્યક્તિએ ટેલીફોનિક વાતચીત કરી ખુરશી અને ડાઇનિંગ ટેબલનો ઓર્ડર આપી માલ કોસંબા બ્રિજ પાસે મંગાવતા ટેમ્પોમાં ડ્રાઇવર પ્રેમચંદ રજય યાદવ દ્વારા માલ મોકલતા ત્યાં પૈસા આપવાને બદલે ચાકુની અણીએ ડ્રાઈવરને ધમકાવીને ખુરશી વેગનઆર કાર ઉપર બાંધી ચાર જણા ફરાર થઈ ગયા હતા.

કોસંબા પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યા બાદ ગુનામાં સંડોવાયેલા સિરાજ મુસા સીદાત (રહે. કઠોદરા ગામ કીમ), સારાભાઈ ઉર્ફે કિશનભાઇ ભરવાડ (રહે.કીમ), ચેતનભાઇ ગગુભાઈ ગોકડવા ભરવાડ (રહે.કીમ) અને ભરતભાઈ ગોકુળભાઈ ચોસલા (રહે.કીમ)ને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આગામી 29 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઝડપાયેલા આરોપી સામે મોટા બોરસરા પાસે આવેલ ઇલેક્ટ્રીક સ્કૂટરના ગોડાઉન પર સ્કુટર ખરીદીના બહાને જઈને સ્કૂટરના માલિક ઘનશ્યામભાઈ ધનજીભાઈ મિયાણીને વિશ્વાસમાં લઈને ખરીદી કરવાનું જણાવીને ટ્રાયલ લેવાના બહાને ત્રણ ફોટા લઈને ફરાર થઈ ગયા હતા. જે બાબતની પણ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.

(With Inputs From Suresh Patel)

Next Article