Surat :કામરેજના ગલતેશ્વર મંદિર નજીક નદીમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, 1નું મોત

|

Jun 22, 2023 | 6:20 PM

બીજી તરફ બનાવની જાણ પીયુષના પરિવારને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જયારે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને પીયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન આજે પીયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી.

Surat :કામરેજના ગલતેશ્વર મંદિર નજીક નદીમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, 1નું મોત
Surat Tapi River

Follow us on

Surat : સુરતના કામરેજમાં ગલતેશ્વર મંદિરની પાછળ નદીમાં નહાવા પડેલા ૩ યુવાનો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનનું મોત થયું છે. જેમાં ઘટનાની વિગત મુજબ સુરતના ડીંડોલી ખરવાસા રોડ પર રહેતા રમાકાંતભાઈ રાધેશ્યામ દુબે શાકભાજીના વેપારી છે. તેઓનો 18 વર્ષીય પુત્ર પીયુષ વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

પીયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીમાં નહાવા પડયા હતા

ગત 21 જુનના રોજ પીયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતીશ સાથે કામરેજ ખાતે આવેલા ગલતેશ્વર મંદિરની નજીક સ્વીમિંગ પુલમાં નહાવા માટે ગયા હતા. જેમાં પરંતુ સ્વીમીંગ પુલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નાહવા ગયા હતા જ્યાં પીયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીમાં નહાવા પડયા હતા.

પીયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો

આ દરમ્યાન તેઓ ઊંડા પાણી સુધી પહોચી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા જેથી બુમાબુમ થતા સ્થાનિક માછીમારો ત્યાં આવી ગયા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવી લીધા હતા જયારે પીયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો

બીજી તરફ બનાવની જાણ પીયુષના પરિવારને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જયારે પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને પીયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન આજે પીયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

પીયુષના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વધુમાં પીયુષના પિતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે જયારે તેને એન 14 વર્ષની નાની બહેન અને 7 વર્ષનો એક નાનો ભાઈ છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:18 pm, Thu, 22 June 23

Next Article