Surat : સરકારી શાળાની બોલબાલા, 2164 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને રામ રામ કહી સરકારી સ્કૂલમાં મેળવ્યો પ્રવેશ

|

Jul 15, 2021 | 12:36 PM

કોરોનાના કારણે ઘણા પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. જેથી તેમણે પોતાના બાળકને એડમિશન ખાનગી શાળામાંથી કમી કરાવી સરકારી શાળામાં નામ દાખલ કરાવી રહ્યા છે.

Surat : સરકારી શાળાની બોલબાલા, 2164 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને રામ રામ કહી સરકારી સ્કૂલમાં મેળવ્યો પ્રવેશ
File Photo

Follow us on

સુરત જિલ્લામાં ઉત્તરોઉત્તર સરકારી શાળાઓનું શિક્ષણ (Education) પ્રગતિના પંથે જઈ રહ્યું છે. પ્રાથમિક વિભાગમાં આવેલી શાળાઓમાં (School) ભૌતિક સવલતો તેમજ શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે. જેના કારણે શરૂઆતથી સુરત જિલ્લામાં સરકારી શાળાઓનો દબદબો વધી રહયો છે. આ વખતે કોરોનાના કારણે ઘણા પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. જેથી તેમણે પોતાના બાળકને એડમિશન ખાનગી શાળામાંથી કમી કરાવી સરકારી શાળામાં નામ દાખલ કરાવી રહ્યા છે.

એક વર્ષમાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 2164 ખાનગી શાળાને અલવિદા કહી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સુરત જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષણનું સુધરતું સ્તર તથા કોરોના મહામારીને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

પ્રત્યેક માતા-પિતા પોતાનાં સારું શિક્ષણ મળી રહે તેવી ઇચ્છા હોય છે, માટે વાલીઓ પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય છતાં પણ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને ખાનગી શાળાઓમાં મુકતા હોય છે. પરંતુ આજે વિવિધ પરિબળોને કારણે બદલતી જતી પરિસ્થિતિના લીધે રાજ્યના પ્રત્યેક સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓ સાથે તજજ્ઞ શિક્ષકો ઉપલબ્ધ બને તે માટે પ્રયાસો એ શિક્ષણમાં ધરમૂળથી બદલાવ કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેના પરિણામે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં ને બદલે ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હતા તે વાલીઓએ હવે બાળકોના નામ ખાનગી શાળા માંથી કઢાવીને તેમને સરકારી શાળામાં પ્રવેશ આપી રહ્યા છે. તાલુકા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો

બારડોલીમાં – 78

ચોર્યાસીમાં – 186

ઓલપાડમાં – 326

પલસાણા – 154

માંડવી – 262

મહુવા – 147

માંગરોળ – 157

કામરેજ – 582

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા પ્રમાણે સરકારી શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થાય તે માટે તેઓ કટીબધ્ધ છે. આજે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો, સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરનેટ કનેકટીવિટી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના કારણે સુરત જિલ્લામાં વાલીઓ ખાનગી શાળાઓના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.

Next Article