Surat : સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ બંધ થતા 10 લોકો ફસાયા, દીવાલ તોડીને તમામનું કરવામાં આવ્યુ રેસ્ક્યુ

|

Aug 31, 2023 | 10:41 PM

Surat : ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ કેનાલ રોડ પર આવેલા ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડીંગમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટમાં પહેલા અને બીજા માળની વચ્ચે રાત્રીના સમયે લિફ્ટમાં 10 લોકો ફસાઈ ગયા હતા, જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે સુરતમાં લિફ્ટ બંધ થઈ જતા 10 લોકો લિફ્ટની અંદર ફસાઈ ગયા હતા .

Surat : સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ બંધ થતા 10 લોકો ફસાયા, દીવાલ તોડીને તમામનું કરવામાં આવ્યુ રેસ્ક્યુ
Surat News

Follow us on

Surat : સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી લિફ્ટ સાથેની દુર્ઘટના સામે આવતી રહી છે. આજે સુરતમાં લિફ્ટ બંધ થઈ જતા 10 લોકો લિફ્ટની અંદર ફસાઈ ગયા હતા . બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે અડધી રાતે 2 કલાકની જહેમત બાદ દીવાલ તોડીને 10 લોકોનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ કેનાલ રોડ પર આવેલા ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડીંગમાં સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટમાં પહેલા અને બીજા માળની વચ્ચે રાત્રીના સમયે લિફ્ટમાં 10 લોકો ફસાઈ ગયા હતા, જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.

આ પણ વાંચો :  High Speed ​​Rail: મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેકનું કામ શરૂ, ફાસ્ટિંગ ડિવાઈસ લગાવાશે, જુઓ Video

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

બનાવની જાણ ફાયર વિભાગને રાત્રીના 3.33 કલાકે થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને તપાસ કરતા પ્રથમ અને બીજા માળની વચ્ચે લિફ્ટ ફસાઈ હતી અને તેમાં 10 લોકો ફસાયા હતા. આ લિફ્ટનો ઉપયોગ ત્રીજા માળે આવેલી સનગ્રેસ હોસ્પિટલ માટે જ થતો હતો. ત્યાં પહેલા અને બીજા માળે દુકાનો આવેલી છે.

લિફ્ટ બંધ થયાની જાણ હોસ્પિટલના સંચાલક દ્વારા લિફ્ટ કંપનીના ટેક્નિશિયન ને પણ કરવામાં આવી હતી અને તેઓએ અંદાજીત અડધો કલાક લિફ્ટ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લિફ્ટ ઉપર આવી ના હતી. આખરે ફાયર વિભાગની ટીમે પહેલા અને બીજા માળની વચ્ચે આવેલી ક્રોકીટની દીવાલ તોડીને લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતુ. આ તમામ લોકોનું રેસ્ક્યુ થતા 2 કલાક જેટલો સમય  લાગ્યો હતો.

આ પણ વાંચો : Surat: સુરતમાં સીઆર પાટીલને બહેનોએ રાખડી બાંધી, 400 કમળની ભેટ આપી, જુઓ Video

લિફ્ટમાં ફસાયેલા લોકોની યાદી

  • સંદીપ સુરેશ પાટીલ –  (ઉ. 32)
  • હિતેન્દ્ર સદામ કોરી (ઉ.34)
  • અજય પવાર- (ઉ.31)
  • યોગેશ કોરી – ઉ.34)
  • પર્યુ પાટીલ (ઉ.34)
  • લક્ષમણ કોરી (ઉ.25)
  • દિપક પાટીલ (ઉ.34)
  • યોગેશ દુષા (ઉ.34)
  • બાબુભાઇ કુરેશન (ઉ.36)
  • શાંતિલાલ મહાજન (ઉ.38)

આ પણ વાંચો :  વરસાદને લઈને કોની સાચી પડશે આગાહી ? અંબાલાલ પટેલ કે હવામાન વિભાગની, જુઓ Video

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:40 pm, Thu, 31 August 23

Next Article