AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદને લઈને કોની સાચી પડશે આગાહી ? અંબાલાલ પટેલ કે હવામાન વિભાગની, જુઓ Video

વરસાદને લઈને કોની સાચી પડશે આગાહી ? અંબાલાલ પટેલ કે હવામાન વિભાગની, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 4:49 PM
Share

વરસાદ ખેચાવાના સમયગાળામાં ફરી એકવાર હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આ બન્નેની આગાહીમાં મોટો તફાવત છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગનું કહેવુ છે કે, આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આવા સંજોગોમાં હવે જોવાનું એ રહે છે કે કોની આગાહી સાચી ઠરશે.

આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. શરૂઆતમાં બઘડાટી બોલાવ્યા બાદ, વરસાદે એકાએક વિરામ લીધો છે. જેના કારણે જગતના તાત એવા ખેડૂત વર્ગમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા સૌ કોઈની નજર વરસાદની આગાહી કરનાર નિષ્ણાંત ઉપર રહેતી હતી. જેમાં હવામાન વિભાગ ઉપરાંત હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલ તરફે સૌ કોઈને આશા હતી કે, ફરી એકવાર સાર્વત્રિક વરસાદની સાચી આગાહી કરે.

વરસાદ ખેચાવાના સમયગાળામાં ફરી એકવાર હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે આ બન્નેની આગાહીમાં મોટો તફાવત છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગનું કહેવુ છે કે, આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આવા સંજોગોમાં હવે જોવાનું એ રહે છે કે કોની આગાહી સાચી ઠરશે. હવામાનના જાણકાર અને અંબાલાલ પટેલની કે પછી ભારત સરકારના હવામાન વિભાગની ?

જાણો અંબાલાલ પટેલે શુ કરી આગાહી

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે, ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રીય થશે. બે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે, આગામી 3થી 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે. ગુજરાતમાં આગામી 1 લી સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

જાણો હવામાન વિભાગે શુ કરી આગાહી

ગુજરાતમાં વરસાદ છેલ્લા એક મહિનાથી ખેંચાયો છે. આ સ્થિતિમાં હવામાન વિભાગ સમક્ષ સૌ કોઈ સત્તાવાર આગાહી જાણવા માટે આતુર હોય તે સ્વાભાવિક છે. આ વર્ષે અલનીનોની અસર હેઠળ પશ્ચિમ ભારતમાં પ્રારંભિક સારા અને વ્યાપક વરસાદ બાદ, ઓગસ્ટ મહિનામાં વરસાદનુ જોર ઘટ્યું છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત હોવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઝરમર વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ- પશ્ચિમ, પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર વાદળછાયું વાતવરણ રહેશે.

આમ એક તરફ ભારતીય હવામાન વિભાગ અને બીજી તરફ હવામાન વિભાગના જાણકારની વરસાદને લઈને અલગ અલગ આગાહી કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને કોની આગાહી સાચી ઠરે છે.

g clip-path="url(#clip0_868_265)">